Tharad weather: આગામી 8 દિવસોમાં માવઠું પડશે કે હાડ થીજવતી ઠંડી?
હવામાન આગાહી:
Tharad weather: ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારો અને વાવ અને થરાદ જીલ્લાના કેટલાક વિસ્તારોમાં આગામી દિવસોમાં માવઠું થવાની શક્યતા જોવા મળે તેવી સંભાવના છે.
વાવ થરાદ: ગુજરાતમાં આગામી 8 દીવસમાં કડકડતી ઠંડી સાથે માવઠાની અસર જોવા મળે તેવી હવામાન વિભાગની આંઠ દિવસની આગાહી કરવામાં આવી છે. હવામાન રડાર પર જોવા મળતી માહિતી મુજબ ગુજરાત રાજ્યના બનાસકાંઠા થરાદ જીલ્લાના કેટલાક વિસ્તારોમાં આગામી દિવસોમાં માવઠું થવાની સંભાવના દર્શાવાઇ રહી છે. રાજ્યના કેટલાક ભાગોમાં આગામી 8 દિવસોમાં મોસમ વાદળ છાયું વાતાવરણ રહેશે.
બનાસકાંઠા: ગુજરાતમાં રાજ્યમાં હાલ સવારથી સાંજ સુધી તાપમાનમાં ઘટાડો જોવા મળે તેવી શક્યતા છે. આગામી સાત થી આઠ દિવસ સુધી બપોરે નોર્મલ તાપમાન નોંધાય તેવી સંભાવના છે. હવામાનની જાણકારી રાખનાર નિણાર્યક તો મુજબ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ક મોસમી માવઠું થવાની શક્યતા જોવા મળી રહી છે.
ગુજરાત અપડેટ્સ: રાજ્યના હવામાન વિભાગે ગુજરાતમાં સાતથી આઠ દિવસ દરમિયાન હવામાન શુશ્ત રહેવાની આગાહી કરવામાં આવી છે. વધુ માહિતી માટે જુઓ આગળ, ગુજરાત રાજ્યમાં હાલ પવનોની દિશાઓ ઉત્તર તરફની જોવા મળી છે. તેના કારણે પવનોની બદલાતી દિશાને લીધે ગરમી અને ઠંડીમાં વધઘટ જોવા મળી શકે છે.
હવામાન અપડેટ: આગામી 48 કલાકોમો ગુજરાત રાજ્યમાં તાપમાનનો પારો નીચો જોવા મળી શકે છે વાવ અને થરાદ સહિત સમગ્ર ગુજરાતમાં તાપમાન ઓછું વધુ નોંધપાત્ર ઘટાડો જોવા મળી શકે છે. કરછના અબડાસા નલિયા શહેરનું તાપમાન 10 ડિગ્રી સુધી નોંધાવાની સમભાવના છે.
થરાદ અપડેટ: આજે સવારથી બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં વાતાવરણમાં પલટો જોવા મળે તેવી હવામાન અપડેટ છે, વાવ, દીયોદર મોં વાદળછાયું હવામાન શુશ્ત રહેવાની સંભાવના દર્શાવાઇ રહી છે. આ ક મોસમી માવઠાને લીધે થરાદ જીલ્લાના ખેડૂતો માટે ચિંતાનો વિષય છે.
માવઠાની આગાહીના સાથે કડકડતી ઠંડી અને બદલતા પવનોના કારણે થરાદ જીલ્લાના ખેડૂતો માટે ચિંતાનો વિષય બની ગયો છે. કારણ કે અત્યારે શીયાળુ પાક તૈયાર છે અને તેની કાપણી ચાલુ છે ત્યારે આ માવઠું ખેડૂતોના પાકને નુક્સાન પહોંચાડી શકે છે. જીરું, રાયડો, એરંડા, વરીયાળી, જેવા કેટલાક મોંઘાં પાકને નુક્સાન થાય છે. કારણ કે આ પ્રકારના પાકોમાં ગુજરાતના ખેડૂતોને વધારે પડતું ખર્ચ થતું હોય છે. તેની દવાઓ અને બિયારણ બહુ મોંઘા ભાવે ખેડૂત ખરીદી કરતા હોય છે. અને જો હાથમાં આવેલું છીનવાઈ જાય તો એ ખેડૂતો માટે ચિંતાનો વિષય હોય છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો