જીવનશૈલી: ગામડાંમાં જોવા મળતું આ ઝાડ બહુંજ ઉપયોગી છે, જાણો તેના જબરદસ્ત ફાયદા
દેશી ઉપાય:
જીવનશૈલી: તમારા મોઢાને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે ગુજરાત સહિત દેશભરમાં જોવા મળતું આ દેશી બાવળનું ઝાડ બહુંજ ઉપયોગી છે, અને તેનાં ફાયદા જબરદસ્ત છે. તો ચાલો આપણે જંઈએ સવાર સવારમાં હેલ્થની દુનિયામાં અને જાણી લંઈએ તેના કુદરતી ફાયદા વિશે.
ગુજરાત સહિત દેશભરના ગામડાંઓમાં અને રસ્તાઓની બાજુમાં જોવા મળતા આ ઝાડને આયુર્વેદિક શાસ્ત્રોમાં ઔષધીય ગુણો વિશે ઘણી બધી વાતોનું વર્ણન કરવામાં આવ્યું છે, અને તેના વિવિધ ફાયદો બતાવવામાં આવ્યા છે, તેનો ઉપયોગ કરવાથી ઘણી બધી એવી બીમારીઓ દૂર કરીને સામાન્ય જીવનમાં સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટે આ દેશી બાવળ બહુંજ ફાયદાકારક છે.
દેશી ઉપાય: આજથી પચાસ વર્ષ પહેલા આપણા બાપ દાદા ઓં બ્રશનો ઉપયોગ ન કરતા તેઓ તંદુરસ્ત રહેવા માટે કુદરતી રીતે ઉપલબ્ધ વિવિધ પ્રકારની દવાઓ અને દેશી હેલ્થ નો સહારો લેતા અને આનંદ પુર્વક જીવન પસાર કરતા હતા તેના કારણે તેઓ હંમેશા તંદુરસ્ત રહેતા પરંતુ આજના સમયમાં ભાગદોડવાળી લાઈફમાં લોકો પોતાના સ્વાર્થ અને હેલ્થ વિશે જરા પણ ખ્યાલ નથી આવતો, પરંતુ ગામડામાં આજે પણ એજ, દેશી ઉપાય, ટિપ્સ, અને પ્રચલિત વિધિઓ નો ઉપયોગ પોતાના શરીર માટે કરે છે.
બાવળ: નરસિંહભાઈ પટેલ જણાવે છે કે આજથી 50 વર્ષ પહેલાં ગામડામાં તમાંમ લોકો જેમાં મહિલાઓ સહિત સવારે જાગીને પહેલા દેશી બાવળનું દાંતણ કરતાં તે સમય અવધિ માં કોઈનાં ઘરમાં ટૂથપેસ્ટ જોવા ન મળતી, જ્યારે કોઇનાં ઘરમાં મેહમાન આવે તો પણ એમના માટે પણ દેશી બાવળનું દાંતણ અથવા લીમડાનું દાતણ આપવામાં આવતું હતું, પચાસના દાયકામાં નાના બાળકો સહિત બધા લોકો લીમડાનું અથવા દેશી બાવળનું દાંતણ કરતાં, કારણે કે દેશી બાવળ અને લીમડો ઔષધીય ગુણો પ્રદાન કરે છે. તેથી દેશી દાંતણ કરવાથી દાંત મજબૂત બને છે અને મોઢું આંખો દિવસ સ્વાર્થ અને તંદુરસ્ત રહે છે.
દેશી દાંતણ: દેશી બાવળની નોર્મલ જાડી ડાળીને કાપીને દાંતણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે, બનાસકાંઠા સહિત ગુજરાતના વિવિધ ભાગોમાં આજે પણ આ પ્રધતી પ્રચલિત છે. જો તમે નાની ઉંમરના હોય અથવા 80 આસપાસના હોય તો પણ આ ગામડાની પ્રધતી નો ઉપયોગ કરી શકો છો જો તમે શહેરમાં રહેતા હોય તો તમે રસ્તાઓની આજુબાજુમાં નજર કરીએ તો તમને દેશી બાવળ અને લીંબડો ગમે ત્યાંથી મળી શકે છે. તેની નોર્મલ જાડી ડાળીને કટકા કરી પાણીમાં અથવા ફ્રીઝ માં મૂકી શકાય છે અને સવારે દરરોજ દેશી દાંતણ કરી શકો છો. દેશી દાંતણ કરવાથી દાંતનો મેલ અને દુઃખાવો નહીં થાય એટલું જ નહિ દેશી બાવળ અને લીંબડા નું દાંતણ કરવાથી દાંતને સફેદ અને મજબૂતી માં જબરદસ્ત વધારો થાય છે.
રાજેશભાઈ જોષી તેઓ અત્યારે મેડિકલ ચલાવે છે, અને તેઓ જણાવે છે કે દેશી બાવળ ઘણા બધા રોગોને દૂર કરવા માટે ઉત્તમ ઔષધિ માનવામાં આવે છે. તેનો ઉપયોગ વિવિધ પ્રકારની દવાઓના રૂપમાં ગામડામાં ઉપયોગ કરવામાં આવતા હોય છે. જો મોટામાં ચાંદાં પડી જાય તો પણ દેશી બાવળનાં પીળા રંગના ફૂલ પણ ઉપયોગી છે, આ પીળા રંગના થઈ જાય ત્યારે નીચે ખરી જાય છે તેને પથ્થર પર રાખી પીસીને તેના પાવડરને લગાવાથી મોઢામાં પડલે ચાંદા મટી જાય છે. અને દેશી બાવળની છાલને ગરમ પાણીમાં ઉકાળી એ પાણીથી સ્નાન કરવાથી ચામડીના રોગોથી મુક્તિ મળે છે.
દેશી બાવળ દરેક સ્થળે મોજુદ હોય છે પરંતુ ખાસ કરીને ગુજરાતમાં 30 વર્ષ પહેલાં બનેલા રસ્તાઓની બંને બાજુએ જોવા મળે છે અને કોઈ કોઈ જગ્યાએ ખેતરમાં પણ આ બાવળ મળી જાય છે. તેને ગામડાના લોકો વિવિધ પ્રકારની બિમારીઓ દૂર કરવા માટે ઉત્તમ ઔષધી માંને છે. તેનો ઉપયોગ દાંતણ બ્રશ શુધી સિમીત નથી દેશી બાવળનો, ગુંદર, છાલ, ફળ, અને તેની ડાળીઓ બંધી ચીજો ઉપયોગી છે, તેનો ઉપયોગ કેવી રીતે થાય તે તમને જાણકારી હોવી જોઈએ આ લેખમાં આપવામાં આવેલ માહિતી એકત્રિત કરવામાં આવી છે ગામડાના લોકો અને વિવિધ મોટી ઉંમરેના દાદા ઓં સાથે વાતચીત દરમિયાન આ ઉપાય તમને બતાવામાં આવ્યા છે. તેનો ઉપયોગ તમે કરી શકો છો.
![]() |
| બાવળ ના ફાયદા |
બાવળ ના ફાયદા:
બાવળની છાલને ગરમ પાણીમાં ઉકાળી એ પાણીથી સ્નાન કરવાથી ચામડીના રોગથી પીડાતા લોકોને ખંજવાળથી મુક્તિ મળે છે અને ખરજવા દૂર થાય છે.
દેશી બાવળનો ગુંદર ના લાડુ બનાવી રોજ સવાર સવારમાં એક લાડુ ખાવાથી સાંધાના દુઃખાવા અને ભાંગેલા કોઈ પણ અંગોમો પીડા દૂર થાય છે. અને શરીર મજબૂત થાય છે.
દેશી બાવળના શુકાઈ ગયેલ ફૂલોને પથ્થર ઉપર પીસીને મોઢામાં કોગળા અથવા ચોપડવાથી મોઢામાં પડેલા ચાંદા દૂર થાય છે અને મોઢું વધારે ખૂલવામાં મદદ કરે છે.
દેશી બાવળના ખુદને મહિલાઓને ડિલિવરી બાદ તેના લાડુ બનાવી સવાર સવારમાં ખાવાથી તંદુરસ્ત રહેવા માટે મદદગાર સાબિત થાય છે. આમો બીજી આઈટમો ઉમેરવી જરૂરી છે ધ્યાન માં રહે.
દેશી બાવળના ગુંદર ને દૂધ સાથે લેવાથી બ્લડ માં મોજુદ કચરો સાફ કરી ખૂન સ્વસ્થ બનાવે છે.
ભારતમાં જેટલું આયુર્વેદ છે એટલું બીજા કોઈ દેશમાં જોવા નહીં મળે કારણ કે આ દેશમાં દરેક પ્રકારની બિમારીઓ દૂર કરવા માટે કોઈ કોઈ ઉપચાર મોજુદ હોય છે. તેનો ઉપયોગ કરવા માટે જાણીતી હોવી જોઈએ. પછી ભલેને તે એક સમય ઉપચાર હોય આજે પણ ભારતમાં ગામડામાં ઉપયોગ કરવામાં આવતા વિવિધ પ્રકારના ઉપાય આયુર્વેદ સાથે જોડાયેલા છે.
દેશી બાવળના ઉપચાર:
એક ગ્લાસ દેશી ગાયના દૂધમાં 9 ગ્રામ દળેલા ગુંદને બરો બર મિક્સ કરી લો અને 10 મીનીટ સુધી રહેવા દો પછી પીવાથી એકદમ રિલેક્સ થઈ શકોછો.
પાન મસાલા ખાવાથી મોઢામાં ચાંદા પડે છે તો આ ઉપાય કરવાથી દૂર થાય છે ચાંદા બાવળના ફૂલોને પથ્થર ઉપર પીસીને તેના પાવડરને પેસ્ટ બનાવી લગાવવાથી ચાંદા દૂર થાય છે.
પગની પાનીએ બળતરા થાય છે તો 50 ગ્રામ બાવળના ફૂલ અને 50 ગ્રામ સૂકા પાંદડા મિક્સ કરીને પાણી ભેળવી પગની પાનીએ તેનો પેસ્ટ લગાવાથી બળતરા દૂર થાય છે.
દેશી બાવળના સીંગોને શુકાઈ જાય ત્યાર પછી તેનો પાવડર બનાવી ગરમ પાણીમાં ઉકાળી 3 મહીના સુધી તેનું સેવન કરવાથી, ઘુટણનો દુખાવો, સાધનો દુખાવો આખા શરીરના દુખાવાથી છુટકારો મળે છે.
નોંધ: દોસ્તો તંદુરસ્ત, અને, સ્વસ્થ, હેલ્થ વિશે ગામડામાં ઉપયોગ કરવામાં આવતા વિવિધ પ્રકારના ઉપાયો અને તેના ફાયદા વિશે માહિતી તમને આ લેખમાં આપવામાં આવી છે. આ માહિતી ગામડામાં મોજુદ વિવિધ લોકોનાં જણાવ્યા મુજબ છે તેની પુષ્ટિ અમે નથી કરતા ધ્યાન રહે.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો