પશુપાલન: ડેરી ફાર્મિંગ કરવાથી ખેડૂતોને કેટલો ફાયદો થાય છે? પશુ ઉછેર વ્યવસાય

પશુપાલન 

પશુપાલન: ગુજરાત અને ભારતમાં ડેરી ફાર્મિંગ દ્વારા ખેડૂતોને કેટલો ફાયદો થાય છે? ઓર્ગેનિક પદ્ધતિથી પશુ ઉછેર કરવા માટે અહીં કેટલાક ખાસ દેશી, ઉપાય, અને, ટિપ્સ, છે તેને ઉપયોગ કરી તમે દેશી પદ્ધતિથી ખેતીની સાથે પશુપાલન અને ડેરી ફાર્મિંગ કરી શકો છો, ઓર્ગેનિક પદ્ધતિ દ્વારા ઘાંસ ચારોં આપીને દુધમાં વધારો કરી શકાય છે અને પશુને ઓર્ગેનિક આહાર આપવાથી કોઈ પણ પ્રકારના રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. ઓર્ગેનિક આહાર આપવાથી પશુ નીરોગી રહે છે. બજારમાં મોજુદ મિલાવટી આઈટમો થી પરીસાન છો તો આ વ્યવસાય સાથે કરો શ્રી ગણેશ અને લોકોની જરૂરિયાત એજ તમારી સફળતા.  


ઓર્ગેનિક પશુપાલન: 

પશુપાલન તમે એક કિશાન છો તો તમને ખ્યાલ હશે કે ગુજરાતમાં ખેતી શાથે ખેડૂતો પશુપાલન પણ કરતા હોય છે, અને સારી એવી આવક મેળવતા હોય છે પરંતુ આજના સમયમાં પશુપાલન આહારમાં આપણે, કપાસિયા ખોળ, અને, સાગર દાણ, નો ઉપયોગ કરવામાં આવે છે. આજે ગુજરાત સહિત દેશભરમાં પશુ આહાર ઘણા પ્રકારનાં હોય છે. કોઈ કોઈ તો રાસાયણિક પદાર્થો દ્વારા બનેલ આહાર હોય છે તેને આપણે આહાર આપવાથી ગંભીર બિમારીઓ જન્મ લેતી હોય છે. તેથી હવે સરકાર વિવિધ પ્રકારની યોજનાઓ અમલમાં મૂકી છે તેનાં થકી પશુપાલકોને ઓર્ગેનિક ડેરી ફાર્મિંગ તરફ દોરી જવા માટે તૈયાર કરી રહીં છે.


પશુપાલન વ્યવસાય:

ઓર્ગેનિક પદ્ધતિથી પશુપાલન શરૂ કરવા માટે આ એક દમ પ્રોફેકટ સમય છે આ વ્યવસાયની શરૂઆત કરવા માટે કોઈ ભણતરની જરૂર નથી પરંતું થોડીક જાણકારી હોવી જોઈએ હું ખુદ આ વ્યવસાય સાથે સંકળાયેલો છું અને તમને પશુપાલન વ્યવસાય વિશે માહિતી આપું છું તો ચાલો જાણીએ ઓર્ગેનિક પશુપાલન વ્યવસાય વિશે ગુજરાતીમાં સંપૂર્ણ માહિતી, કોઈ પણ પ્રકારના વ્યવસાય શરૂ નંબર એકથી થાય છે, ડેરી ફાર્મિંગ તરફ આગળ વધવા માટે તમારે થોડું ઘણું રોકાણની જરૂર પડશે, આ બિઝનેસ માટે તમારી પાસે એક વીઘા જમીન હોઈ તો વધારે સારું છે. ના હોય તો પણ આ વ્યવસાય શરૂ કરી શકાય છે. કારણ કે પશુઓ માટે થોડી જગ્યા હોવી જોઈએ ગામડામાં આ બિઝનેસ વધારે સફળ થાય છે. કારણ કે ગામડામાં જરૂરી ઘાસચારો બહુંજ સસ્તા ભાવે મળી જાય છે. શહેરી વિસ્તારમાં પણ પશુપાલન વ્યવસાય શરૂ કરી સારી એવી કમાણી કરી શકાય છે. તમે આ બિઝનેસ ડેરી ફાર્મિંગ એક પશુથી શરૂઆત કરી શકો છો કારણ કે જો આ બિઝનેસમાં તમને વધારે શારૂ રહે તો પછી વધારે પશુ ખરીદી શકો છો. તેથી આ વેબસાઇટ પર હું એક દમ વિસ્તાર થી તમને જાણકારી આપું છું તેથી તમને સમજવામાં સરળતા રહે. આગળ વાંચો. 


ડેરી ફાર્મિંગ: તેને શરૂ કરવા માટે તમારે ઘાંસ ચારોં અને પશુના રખરખાવ માટે થોડી જમીન હોય તો આ બિઝનેસ વધારે આસાન બની જાય છે, તેનું કારણ એ છે કે પશુ આહાર માટે તમારે વધારાનો ખર્ચ ઓછો આવશે અને લીલાં ઘાંસ ચારો પણ મળી રહે તેના માટે તમારી પાસે એક વીઘા જેટલી જમીન હોયતો એમાં પશુઓ માટે ઓર્ગેનિક પદ્ધતિથી ઘાંસ પાલન કરી શકાય છે. ઈન્ટરનેટ પર તમને ઘણી એવી વેબસાઈટો જોવા મળી રહશે જમો પશુપાલન વ્યવસાયથી થતી કમાણી લાખોમાં બતાવે છે. પરંતુ હકીકત કોઈ તમને નહીં જણાવે હું ખુદ પશુપાલન શાથે જોડેલો છું તેથી તમને બિલકુલ સાચી વાત જણાવી રહ્યો છું. ડેરી ફાર્મિંગ મોં કેવી બચત થાય છે અને કેટલો ખર્ચો આવે છે, શરૂથી અંત સુધી તમને જણાવી રહ્યો છું, તો તમેં પણ પશુપાલન વ્યવસાય સાથે જોડાવા માંગો છો તો આ લેખને વાંચતા રહો આંગળ શુધી. 


ડેરી ફાર્મિંગ: કરવાથી ખેડૂતોને કેટલો ફાયદો થાય છે?

જો તમે પણ ઈન્ટરનેટ પર બતાવેલ ડેરી ફાર્મિંગ મોં થતી કમાણી જોઈને આ વ્યવસાય સાથે જોડાવા માંગતા હોય તો આ લેખને વાંચીને લેજો નહીંતર પશુપાલન ઉદ્યોગમાં રોકાણ કર્યા બાદ પસ્તાવો થશે કારણ કે હકીકત તમને કોઈ જણાતું નથી અને આ ઉદ્યોગમાં થતી, કમાણી, બનાવોમાં આવી રહી છે, ડેરી ફાર્મિંગ અને પશુપાલનમાં કેવી બચત થાય છે તો તમને ખબર ન હોય તો જણાવી દઈએ કે આ ડેરી ફાર્મિંગ ઉદ્યોગમાં બચત સારી એવી થાય છે. પરંતુ જો ઘાંસ ચારોં તમારા પોતાના ખેતરમાંથી મળી રહે તો નહીંતર તને ખરીદવામાં તમારી અડધી કમાણી તેને ખરીદવામાં વપરાઇ જાય છે. પશુપાલન વ્યવસાયમાં આવતા પહેલા દૂધ મંડળીની જાણકારી મેળવી લેવી જોઈએ. કારણ કે દુધ વેચવા માટે તમારી આજુબાજુમાં ડેરી હોવી જોઇએ નહીંતર તમારે ખુદ દૂધ વાંચવા જવાનો સમય હોય તો આ ડેરી ઉદ્યોગમાં પ્રવેશ કરી શકો છો. 


પશુપાલન વ્યવસાયમાં કેટલી કમાણી થાય છે? 

હવે વાત કરીએ આ વ્યવસાયના માધ્યમથી થતી કમાણી વિશે તો જ્યાં સુધી કોઈ પણ ઉદ્યોગની સરૂઆત કરીએ પરંતુ તેમો કોઈ ફાયદો ન હોય તો બધું નકામું છે. તમને ખબર ન હોય તો જણાવી દઈએ કે આ ઉદ્યોગમાં તમે છાણીયું ખાતર વેચીને સારી એવી કમાણી કરી શકો છો. અથવા તમારી પાસે જમીન હોય તો તેમાં આ ખાતરનો ઉપયોગ કરી ઓર્ગેનિક ખેતી કરી શકો છો. પશુ વેચાણ, દર 3 વર્ષમાં પશુઓમાં વધારો થતો જાય છે, તથી તમે વધારાનાં પશુઓનું વેચાણ કરી આવક મેળવી શકો છો. દૂધ વેચાણ તમે આજુબાજુના વિસ્તારમાં ઓરઇજનલ દેશી, દૂધ ઉંચા, ભાવે વેચાણ કરી કમાણી કરી શકો છો. કારણ કે દેશી દૂધ ઉત્પાદન હોવાથી વધું સારો ભાવ મળી રહે છે. મિલ્ક પ્રોડક્ટ, તમે દુધને ઘરમાં જમાવીને તેમાંથી બનતા વિવિધ પ્રકારના પ્રોડક્ટનું વેચાણ કરીને કમાણી કરી શકો છો, દુધમાંથી બનતા વિવિધ પ્રકારની, આએટમ, જેમાં, દહીં, છાશ, દેશી ઘી, વગેરે દૂધથી બનેલ ઉત્પાદન વેચીને કમાણી કરી શકો છો.


મિલ્ક પ્રોડક્ટ: 

અત્યારે ઓર્ગેનિક પદ્ધતિથી ત્યાર કરવામાં આવેલા મિલ્ક પ્રોડક્ટની બજારમાં ખુબ માંગ છે. તેથી તમે આ આઈટમો તમારી જાતે બનાવી વેચાણ કરી સારી એવી આવક મેળવી શકો છો. પશુપાલકો દ્વારા ઘરમાં બનાવી વેચાણ કરવા લાયક દૂધથી બનાવેલ આઈટમો, મિલ્ક પ્રોડક્ટ, દહીં, માખણ, છાશ, દેશી ઘી, પનીર, માવા જેવી વિવિધ પ્રકારની મિલ્ક આએટમ બનાવી બજારમાં ઉંચા ભાવે વેચાય કરી શકો છો અને સારી એવી કમાણી કરી શકો છો. અત્યારની પરિસ્થિતિ મુજબ લોકો હવે રાસાયણિક પદાર્થો અને મિલાવટી આઈટમો થી પરીસાન છે તેથી લોકો હવે વધારે રૂપિયા ખર્ચ કરીને ઓર્ગેનિક અને દેશી તરીકે બનાવેલ આઈટમો વધારે ખરીદે છે. તેથી આ વ્યવસાય તમે નિઃસંકોચ થઈને શરૂઆત કરી શકો છો જો પશુપાલન અને ઓર્ગેનિક ખેતી વિશે વધારે માહિતી જોઈતી હોય તો તમે કૉમેન્ટ કરી અમને જણાવી શકો છો. ધન્યવાદ. 

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રાજનીતિ: એક્ટ 30-A રદ થઈ શકે છે

થરાદ માર્કેટ યાર્ડ ના ભાવ: આજે ખેડૂતોને જીરું એરંડા રાયડા ના ભાવ કેવા મળ્યા જાણો વિગતો

Tharad weather: આગામી 8 દિવસોમાં માવઠું પડશે કે હાડ થીજવતી ઠંડી?