ઔષધિ પાકની ખેતી ઓર્ગેનિક ખેતી દુનિયા ભરમાં ખુબ પસંદ કરવામાં આવે છે, તેનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે.
![]() |
| ઓર્ગેનિક ફાર્મિંગ |
ઓર્ગેનિક ખેતી: દુનિયા ભરમાં ખુબ પસંદ કરવામાં આવે છે, તેનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે, ઇસબગુલ ઓર્ગેનિક ફાર્મિંગ ઔષધીય પાકનું વાવેતર માનવામાં આવે છે.
ઇસબગુલ ઓર્ગેનિક ફાર્મિંગ:
ઓર્ગેનિક ખેતીમાં સફળતા: આ ઔષધિ પાકની ઓર્ગેનિક ખેતીને જીવતદાન સમાન માનવામાં આવે છે, આનું વાવેતર ગુજરાતમાં ખૂબ થાય છે, આ ઓર્ગેનિક પદ્ધતિથી વાવેતર કરવામાં આવે છે અને દુનિયા ભરમાં એક્સપોટ કરવામાં આવે છે. તેને ઇસબગુલ ના નામથી ઓળખાય છે આ એક ઔષધિ પાક છે તેને વિવિધ પ્રકારની દવાઓ બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે.
આ ઔષધીય પાકની ખેતી ગુજરાતમાં બનાસકાંઠા અને મહેસાણા સિદ્ધપુર વિસ્તારોમાં ઠંડીની સીઝનમાં વાવેતર કરવામાં આવે છે. આ પાકની ખેતી ગુજરાતમાં થાય છે અને તેને અમેરિકા સહિત વિશ્વના દેશોમાં એક્સપોટ કરવામાં આવે છે. ગુજરાતમાં આ પાકને ઇસબગુલ અથાત ઘોડા જીરું ના નામથી ઓળખાય છે. આ પાકની ખેતી ભારત માં શોથી વધારે થાય છે. ગુજરાત રાજ્યમાં ઉપજતો આ ઔષધીય ગુણોથી ભરપૂર પાકને પાવડર બનાવી લોકો સેવન કરે છે, આ ઓર્ગેનિક પાક ઇસબગુલ ભારત દુનિયામાં સૌથી મોટો ઉત્પાદક દેશ છે.
ગુજરાતમાં ઔષધિ પાક ઇસબગુલ ને ઓર્ગેનિક પદ્ધતિથી વાવેતર કરી શકાય છે, કારણ કે આ ઘોડા જીરાના પાકમાં કોઈ ખાસ ઉપાય ની જરૂરત નથી હોતી આનું વાવેતર શિયાળામાં ઠંડીનાં મોસમ દરમિયાન વાવેતર કરવામાં આવે છે. આ પાકનું ઉત્પાદન પાછલા 10 વર્ષોમાં ડબલ થઇ ગયું છે, ઇસબગુલ ના પાકને ઉપજાઉ જમીન પર અને મધ્યમ ખારી જમીનમાં વાવેતર કરી શકાય છે, આની ખેતી કરવા માટે છાણીયું ખાતર અને પાણી પુરવઠા વગેરે વગેરેની જરૂરત હોય છે. ઘોડા જીરાના પાકમાં ત્રણથી ચાર પાણી પુરવઠાની જરૂરત હોય છે.
કૃષિ: ભારતના બે શોથી વધારે ઘોડા જીરાનું ઉત્પાદન કરતા રાજ્યોમાં રાજસ્થાન અને ગુજરાત છે, આ બંને રાજ્યોમાં શોથી વધારે ઇસબગુલ નું વળતર કરવામાં આવે છે, આને લોકલ ભાષામાં, ઘોડાજીરૂ’ પણ કહેવાય છે. ઇસબગુલ ઔષધીઓ થી ભરપુર હોય છે તેને ગુજરાતના સિદ્ધપુર અને મહેસાણામાં ઇસબગુલ જીરાનું પાવડર બનાવી ભારત સહિત સમગ્ર વિશ્વમાં વેચવામાં આવે છે. આ ઘોડા જીરું ઔષધિક માનવામાં આવે છે, ઘોડા જીરાને વિવિધ પ્રકારની દવાઓ બનાવવામાં ઉપયોગ થાય છે.
ઇસબગુલ સંજીવ ખેતી:
ઇસબગુલ ને પ્રોસેસિંગ કરવા માટે ગુજરાતના વિવિધ ભાગોમાં પ્રોસેસિંગ પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે. ત્યાર બાદ તેને અલગ અલગ જગ્યાએ વેચવામાં આવે છે. ઘોડા જીરુંની વધારે માંગ હોવાથી તેનો ભાવ પણ સારો એવો મળી જાય છે. ઇસબગુલ ની સંજીવ ખેતી કરવામાં આવે તો એ સારું ઉત્પાદન આપે છે. ઇસબગુલ ની ખેતી એ શીયાળુ પાક છે, તેનું રોપણ શિયાળામાં સરૂઆતી દિવસોમાં કરવામાં આવે છે.
ઇસબગુલ નું વાવેતર:
ઘોડા જીરાનું ઓર્ગેનિક પદ્ધતિથી વાવેતર કરવા માટે એક વીઘા જમીનમાં કેવલ 2 કિલો જેટલું બિયારણ ની સરૂઆત હોય છે, આને જરૂરત મુજબ ઓછું વધુ કરી શકાય છે. શિયાળાની સરૂઆત દરમિયાન ઇસબગુલ નું વાવેતર કરી શકાય છે, એક વીઘા જમીનમાં ઓછામાં ઓછું પાંચ ટન, છાણીયું ખાતર, સરખામણીમાં ભેળવી, કૃષિ મશીનરી, દ્વારા ખેતરને ખેડી શકાય છે, ત્યારબાદ એક સરખી જમીન થયાં બાદ ઇસબગુલ ના બીજ રોપણી કરી શકો છો. અને પાણી સાથે કોઈ પણ રાસાયણિક પદાર્થો નો ઉપયોગ કરવો જોઈએ નહીં. અને પહેલું પાણી પુરવઠા આપી શકાય છે.
નિંદામણ: જ્યારે પહેલી વખત પાણી પુરવઠો આપ્યા બાદ 15થી 25 દિવસ સુધી ઇસબગુલ ને પાણી આપવાની જરૂરિયાત નથી હોતી આ સમય દરમિયાન જે તમે ઘોડા જીરામાં ઉગલ નિંદામણ ને કૃષિ ઓજારો થકી સફાઈ કરી શકો છો. ત્યાર બાદ બીજી વખત પાણી પુરવઠાની વ્યવસ્થા કરવામાં આવે છે આ દરમિયાન બીજા પાણીએ 200 લિટર પાણીમાં છાણીયું ખાતર અને પશુ મૂત્ર બને મિક્સ કરી પાણી સાથે ઇસબગુલ ને આપવું જોઈએ આવું કરવાથી વિકાસ માટે જરૂરી પોષક તત્વો મળી રહે છે.
જતું નાશક દવાઓ:
જ્યારે પણ કોઈ પણ પ્રકારના વાવેતર કરવામાં આવે ત્યારે તમે જાણતા હશો કે એકથી બે મહિના પછી પાકમાં મેલાં નામનો જતું આવી જાય છે જો તેને નાબૂદ ન કરીયે તો આખા પાકને ચૂસી લે છે, તેથી ઓર્ગેનિક ખેતીમાં જતું નાશક દવાઓનો ઉપયોગ નથી કરવામાં આવતો તેની જગ્યાએ કોઈ પણ દેશી ઉપાય કરવામાં આવે છે. આવા ઉપાયો ખેડૂતો જાણતાં જ હોય છે. તમને ખ્યાલ ન હોય તો જણાવી દઈએ કે જ્યારે ઇસબગુલ માં મેલો થઈ જાય તો તમે બળેલા લાકડાની રાખને ઘોડા જીરા પર છાંટી શકાય છે. આવું સરૂઆતમા જ કરવું જોઈએ વધારે મેલો થયાં પછી કન્ટ્રોલ કરવો મુશ્કેલ બની શકે છે.
ઇસબગુલ ને ત્રીજું પાણી ક્યારે આપવું જોઈએ, જો તમને ખ્યાલ ન હોય તો જણાવી દઈએ કે ઘોડા જીરુંને પુર્ણ ઉત્પાદન મેળવવા માટે ત્રણ પાણીની જરૂરિયાત હોય છે. પરંતુ કેટલાક કારણોસર વિસ્તારની જમીન મુજબ પાણી ઓછાં વધુ હોય શકે છે. એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે વિક્રમ સવંત મુજબ પોષ મહિનાના પહેલા ત્રણ પાણી પુરવઠા પુર્ણ થયા એ વધારે સારું છે. પોષ મહિના પછી પાણી આપવાથી ઇસબગુલ ના પાકમાં વાતાવરણને કારણે નુકસાન થંઈ શકે છે. તેથી પોષ સુદ પછી પાણી આપવાનું ઓછું કરવું જોઈએ નહીંતર ઝાકળ અને હિમ વર્ષના કારણે મોડાં ભાગના વાવેતરમાં ઝાકળ ને લીધે નુકસાની થાય છે.
ગુજરાતમાં વિવિધ ક્ષેત્રોમાં માગશર મહિના આસપાસ હિમ વર્ષાની શરૂઆત થાય છે ત્યારે ઉગેલા મોટા ભાગના પાકોને નુક્સાન થતું હોય છે પરંતુ ધ્યાનમાં રાખીને આ નુકસાન ઓછું પણ કરી શકાય છે, ખેતીને લગતા એવાં ઘણાં બધાં ઓર્ગેનિક ઉપાય હોય છે તેનો ઉપયોગ કરી તમારા ઉગેલા પાકને નુક્સાન થતાં બચાવી શકાય છે. જો તમને ખબર ન હોય તો આજુબાજુના ખેડૂત મિત્રો સાથે વાતચીત કરી તેનો ઉપાય શોધી શકો છો. કારણ કે બંધી જાણકારી મોબાઈલ ફોન થકી આપવી એ સંભવ નથી, એક વાતનું ધ્યાન રાખવું કે જે તમારૂં દિમાગ કરી શકે છે એ કામ મોબાઈલ ફોન પણ નથી કરતું. તેથી બધું નો ઉપયોગ કરી કોઈ કાર્ય કરી શકાય છે બસ હિંમત રાખી આગળ વધી શકો છો. ધન્યવાદ.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો