ઓર્ગેનિક ફાર્મિંગ ના ફાયદા, જીવન ખેતી કરવામાં શું ફાયદો થાય છે?
![]() |
| ઓર્ગેનિક ફાર્મિંગ |
ઓર્ગેનિક ફાર્મિંગ: ઘણા બધા એવા મહાનુભાવો હોય છે કે એ તાત્કાલિક સરળ રીતે વધુ ઉત્પાદન મેળવવા માટે સખત મહેનત કરતા હોય છે. જીવન ખેતી કરવામાં શું ફાયદો થાય છે, તો કેટલાક લોકો એવા પણ હોય છે કે એમણે ઓછા સમયમાં વધુ ઉત્પાદન મેળવવા માટે કોઈ પણ હદે વધી જાય છે. પછી લોકોનુ જે થવું હોય તે થાય પરંતુ એમણે તો આવક થી મતલબ હોય છે. ઓર્ગેનિક ફ્ળ શાકભાજી છે કે રાસાયણિક પદાર્થોથી ઉત્પાદન મેળવેલ છે. એ જાણવા માટે વધારે સમજદાર બનવાની જરૂર નથી એક વખત તમારા માતા પિતાની મુલાકાત જરૂર લેજો. ઓર્ગેનિક પદ્ધતિથી ખેતીની સરૂઆત કરવા માટે આ માહિતી તમારી મદદ કરી શકે છે. તો ચાલો શરૂ કરીએ.
એગ્રીકલ્ચર: 3 વિભાગોમાં વિભાજીત કરવામાં આવ્યું છે તેમાં પહેલા વિભાગમાં, ઓર્ગેનિક, રાસાયણિક, અને કુત્રિમ યુક્ત ખેતી કરવામાં આવે છે. આજના સમયમાં લોકો હવે ધીરે ધીરે ઓર્ગેનિક ખાધ પદાર્થો પર વિશ્વાસ કરવા લાગ્યા છે. એક યુગના સમય અવધિ બાદ હવે લોકો વધારે સારી વસ્તુ શોધે છે એટલું જ નહીં અત્યારે લોકો ઓર્ગેનિક ખાતર વગર ઉપજાવી કાઢેલી શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે અને લોકો તેને વધુ રૂપિયા આપીને પણ ખરીદી રહ્યા છે. તેનું કારણ એ છે કે આજે લગાતાર નવી નવી બિમારીઓ જન્મ લંઈ રહી છે. અને લોકોને ખબર પડવા લાગી છે કે રાસાયણિક ખાતરો ઉપયોગ કરીને ઉપજાવેલી કોઈ પણ ફ્ળ શાકભાજી અને અનાજ બિમારીઓનું કારણ બની રહીં છે, આના લીધે પર્યાવરણ પર તેની અસર થાય છે. અને ઉપજાઉ જમીન એકદમ ધીમે ધીમે ખરાબ થઈ રહી છે, તેથી ખેડૂતો અને આમ લોકો હવે તેની એહેમિત સમજી રહ્યા છે. અને ધીમે ધીમે સંજીવ ખેતી તરફ આગળ વધી રહ્યા છે.
ઓર્ગેનિક ખેતી: બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આવેલા થરાદ વિસ્તારમાં હવે ખેડૂતો ધીમે ધીમે સંજીવ ખેતી તરફ આગળ વધતા દેખાઈ આવે છે આ વિસ્તારના ધારાસભ્ય શ્રી શંકરભાઈ ચૌધરી અને ગુજરાતની કૃષિ સાથે જોડાયેલી સંસ્થાઓ ખેડૂતોને ઓર્ગેનિક ખેતી માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં મદદ કરી રહી છે. તેમાં દેશી તરીકે બીજનું વાવેતર કેવી રીતે કરવું કેવાં પ્રકારની જમીનમાં કયું વાવેતર થાય છે અને તેને ઓર્ગેનિક ખાતર કેવી રીતે આપવો વગેરે વગેરે ખેડુતોની મદદરૂપ થાય છે અને દૂધ મંડળીના આધારે ખેડૂતોને સજીવ ખેતી માટે પાણી અને ખોરાક વિશે વિવિધ પ્રકારના વ્યવસાય અને ખેતીના પાકને બચાવવા માટે ઉપાય બતાવવામાં ખેડુતોની મદદ કરી રહ્યા છીએ.
ઓર્ગેનિક તરીકે ખેતી કરવા માટે તમારે કોઈ ખાસ ભણતરની જરૂર નથી, આ પ્રધતી વરસોથી ઉપયોગ કરવામાં આવી રહી છે. આ કોઈ નવી વાત નથી, કૃષિ સાથે જોડાયેલા કેટલાક ખેડૂતો આધુનિક યુગમાં પણ સંજીવ ખેતી કરી સારી એવી આવક મેળવી રહ્યા છે. ઓર્ગેનિક ખેતી એટલે ખેતીની જમીન પર કોઈ પણ પ્રકારના પાકોનું વાવેતર થાય ત્યારે તેને જરૂરીયાત મુજબ પાણી અને ઓર્ગેનિક છાણીયું ખાતર આપવામાં આવે છે. પરંતુ કેટલાક વર્ષોથી છાણીયા ખાતરોની અછતને કારણે આપણે બીજા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવા લાગ્યા છીએ આ ખાતરો કોઈ પણ પ્રકારના પાકોને વિકાસ કરવામાં મદદ કરે છે અને જમીને પોષણ તત્વોની કમી દૂર કરી તમારા શાકભાજી અને વિવિધ પ્રકારના પાકોનું ઉત્પાદન વધારવા મદદ કરે છે. આવાં પ્રકારના ખાતરો તમારી ઉપજાઉ જમીન એકદમ ધીમે ધીમે ખરાબ થઈ જાય છે અને એ જમીન ને રાસાયણિક પદાર્થો ની આદત પડે છે. તેથી બીજી તરફ આવાં રાસાયણિક પદાર્થો જમીન અને પર્યાવરણને દોષિત કરેછે વિવિધ પ્રકારના ફળો અને શાકભાજી પાકોમાં ખતરનાક જંતુનાશક દવાઓ અને પદાર્થો નો ઉપયોગ કરવાથી કેન્સર જેવી ગંભીર બિમારીઓ જન્મ લેતી હોય છે અને ઓર્ગેનિક ખેતીમાં કોઈ પણ પ્રકારના રાસાયણિક પદાર્થો નો ઉપયોગ કરવામાં નથી આવતો સંજીવ ખેતી કરવામાં આવે ત્યારે તેમો છાણીયું ખાતર અને ઓર્ગેનિક દેશી ઉપાય કરવામાં આવે છે.
સંજીવ ખેતી: બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં રહેતા ઘણા બધા ખેડૂતો હવે ધીમે ધીમે સંજીવ ખેતી તરફ વળ્યા છે. એમનું માનવું છે કે ઓર્ગેનિક ખેતી કરવા માટે શોથી પહેલા આપણે છાણીયું ખાતર અને પાણીની સગવડ હોવી જોઈએ આ બંને કોઈ પણ પ્રકારના શાકભાજી અને અનાજ ફળોનું વાવેતરમાં જરૂરી હોય છે, ઓર્ગેનિક ફાર્મિંગ એમાં કોઈ પણ રાસાયણિક પદાર્થો જેમકે નિંદામણ નાશક દવાઓ, કે જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં નથી આવતો, સંજીવ ખેતીમાં કેવલ જરૂરી ઓર્ગેનિક ખાતર અને વિવિધ પ્રકારના ઓર્ગેનિક દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે.
કુદરતી ખેતી: થરાદ વિસ્તારના પરબત ભાઈ જણાવે છે કે તેઓ પાછલા કેટલાક વર્ષોથી ઓર્ગેનિક ખેતી કરીને સારી એવી આવક મેળવે છે, એમનું કહેવું છે કે આજથી પાંચ વર્ષ પહેલાં એમણે ઓર્ગેનિક ખેતીની સરૂઆત કરી હતી ત્યારે એમણે એક વીઘા જમીનમાં મરચાં રોપણ થકી સરૂઆત કરી હતી, શરૂઆતમાં એમને ઓર્ગેનિક ખેતી વિશે વધુ માહિતી ન હોવાથી ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો હતો. તેપછી એમણે સંજીવ ખેતી વિશે માહિતી મેળવી અને ઓર્ગેનિક છાણીયું ખાતર અને પાણી તથા દેશી ઉપાય કરવાથી મરચાંની આવક ધીમે ધીમે વધવા લાગી આજે એ દર વર્ષ મરચાંનું વાવેતર ઓર્ગેનિક તોર તરીકે થઈ કરેછે. પરબત ભાઈ આગળ વાત કરતા જણાવે છે કે પહેલા હું બીજા ખેડુતોની જેમ ખેતી કરતા પરંતુ એમો રાસાયણિક ખાતરો નિંદામણ નાશક દવાઓ અને મરચાંના છોડીને વિકાસ માટે વિવિધ પ્રકારની દવાઓ ઉપયોગ કરી રહ્યો હતો તેમાં ઘણાં બધાં રૂપિયાનું રોકાણ થંઈ જતું, પરંતુ જ્યારથી મેં ઓર્ગેનિક ખેતી ની સરૂઆત કરી ત્યાંથી મારૂં ખર્ચ ઓછું થઈ ગયું છે. અને કોઈ પણ રાસાયણિક પદાર્થો નો ઉપયોગ ન કરવાથી શાકભાજીના સ્વાદમાં મધુર વધારો જોવા મળ્યો છે.
ઑર્ગૅનિક ખેતી: વાવ તાલુકાના વિવિધ ખેડૂતો જણાવે છે કે ઓર્ગેનિક ખેતી વિશે અમને બનાસ ડેરીના વિવિધ વાર્તાકારો થકી જાણકારી મેળવી હતી. સરૂઆતમા અમે દાડમના છોડ તૈયાર મળતાં હોવાથી તેને ખરીદીને ફાર્મ હાઉસમાં લઈને આવ્યા હતા ત્યાં પછી દાડમ ના છોડને એક વીઘા જમીનમાં વાવેતર કરવામાં આવ્યું હતું, એ સમય દરમિયાન દાડમના એક છોડનાં ભાવ 560 રૂપિયા પ્રતિ રોપાના હિસાબ પ્રમાણે ખરીદી થઈ હતી દાડમ રોપણી કરતા પહેલા એક છોડ માટે એક તગારૂ ઓર્ગેનિક છાણીયું ખાતર આપવામાં આવ્યું હતું, ત્યાર પછી પાણી આપીને છોડી દીધી થોડા સમય પછી દાડમ રોપણની આજુબાજુના વિસ્તારોમાં ઘાંસ ઊગી નીકળ્યો હતું તેને નાબૂદ કરવા માટે જાતે ઘાસને પાવડા કોદાળી વગેરે કૃષિ ઓજારો થકી સફાઈ કરી. અને દેશી ઉપાય ટિપ્સ અપનાવીને દાડમના છોડીને ઓર્ગેનિક તોર તરીકે અપનાવી એક વીઘા જમીનમાં વાવેતર કરેલ અને દાડમના છોડીને ઉછેર્યો આજે એક વીઘા જમીનમાં વાવેતર કરવામાં આવેલ દાડમ દર વર્ષે સારી એવી આવક આપે છે. અત્યારે સજીવ ખેતી દ્વારા રોપણ કરેલ દાડમના છોડ દીઠ 10 થી 20 કીલો જેટલું ઉત્પાદન આપે છે. દાડમના રોપણ બાદ ચારથી પાંચ વર્ષ સુધીનો સમય લાગે છે. કમ્પ્લીટ ફ્ળ શુધી. જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ આવકમાં વધારો થાય છે. અત્યારે દવાઓ અને રાસાયણિક પદાર્થો નો ઉપયોગ કરી કોઈ પણ ફ્ળ શાકભાજી અને તમાંમ પ્રકારના અનાજનું ઉત્પાદન મેળવવામાં આવે છે. પરંતુ પાછલા કેટલાક વર્ષોમાં આવી ખેતીમાં નિંદામણ અને વિવિધ પ્રકારની ઝેરી દવાઓનો ઉપયોગ વધી રહ્યો છે તેને જોતા સરકાર દ્વારા પ્રયત્ન ચાલુ છે કે કોઈ પણ ઓર્ગેનિક તોર તરીકો ઉપર જોર આપીને ખેડુતોની મદદ કરી રહી છે. તેનાં થકી નવી નવી બીમારીઓ અને રાસાયણિક પદાર્થોથી જમીન ને બચાવી શકાય છે.
પ્રાકૃતીક ખેતી: ઓર્ગેનિક પદ્ધતિથી ખેતીની સરૂઆત કરવા માટે અત્યારની ખેતી પ્રમાણે વધુ રોકાણની જરૂર પડશે જેમાં છાણીયું ખાતર શોથી પહેલી આવશ્યકતા હોય છે સંજીવ ખેતી માટે અત્યારે આ ખાતરની વધારે માંગ હોવાથી તેનાં ભાવમાં વધારો થયો છે, અત્યારે છાણીયા ખાતરના ભાવ વિષે વાત કરીએ તો એક ટન જેટલું ખાતરના ભાવ 2500 રૂપિયા થી લઈને 4000 હજાર રૂપિયા શુધીના છે. આ કિંમત જીલ્લા અને વિસ્તાર મુજબ ઓછા વધુ હોઈ શકે છે. તો તમારા વિસ્તારમાં પાણીની આવક ઓછી હોય તો તમે એવા પ્રકારનું વાવેતર કરવું જોઈએ જેને પાણીની જરૂરિયાત ઓછી હોય, કારણ કે કોઈ પણ પ્રકારના પાકનું વાવેતર કરવા માટે પાણીની આવશ્યકતા હોય છે. પછી ભલેને ફ્ળ શાકભાજી અને કોઈ પણ પ્રકારના અનાજનું વાવેતર કરવાનું દરેક છોડને પાણી શોથી પહેલી આવશ્યકતા છે.
રસાયણમુક્ત ખેતી: ખેતીને અલગ અલગ નામોથી ઓળખાય છે, શોથી પહેલા તેને દેશી ખેતી કહેવામાં આવે છે, આજથી 💯 બસો વર્ષ પહેલાં આપણા દેશના કિસાનો દ્વારા ખેતી કરતા તેને જ આજના યુગમાં ઓર્ગેનિક ફાર્મિંગ કહેવામાં આવે છે. આ કોઈ નવું નથી આ ખેતીને છોડીને આજના સમયમાં લોકો ફ્ળ શાકભાજી અને અનાજ નથી ખાઈ રહ્યા તમે ખાઈ રહ્યા છો રાસાયણીક ખાતરથી ભરપૂર માત્રામાં ઝેરી પદાર્થ ખાઈ રહ્યા છો, કારણ કે આજે શાકભાજી કેવલ નામ થી ભાજી છે તેમો સ્વાદ જેવું નામ નથી હોતુ, આવાં પ્રકારના ફળો શાકભાજી અને કઠોળ ખાવાથી કેન્સર જેવી ગંભીર બિમારીઓ વધી રહી છે, આજના સમયમાં શાકભાજી થી લઈને તમામ પ્રકારની ચીજવસ્તુમાં ભરપૂર માત્રામાં રાસાયણિક પદાર્થો અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવે છે. આમાં ખેડૂતોની કોઈ ભૂલ નથી અને નથી સરકાર જવાબદાર આ પદ્ધતિથી દુનિયા ભરમાં લાગું થાય છે. તેનું કારણ એ છે કે સમયની સાથે લોકો એવી ચીજ વસ્તુઓ વધારે પસંદ કરવા લાગ્યા જે વધારે લીલી છમ અને તાજગીથી ભરપૂર દેખાય તો એવી ચીજ વસ્તુઓ લોકો ખૂબ ખરીદી અને પસંદ કરવા લાગ્યા હતા તેના કારણે ખેડૂતો પણ સમયને અનુરૂપ લાગું થંઈ મજબુરીમાં ઓર્ગેનિક ખેતી છોડીને આ ઝેરનું ઉત્પાદન કરવા માટે મજબૂર થયા છે. એવું નથી કે બજારમાં ઓર્ગેનિક દેશી ચીજ વસ્તુઓ ઉપલબ્ધ નથી આજે પણ બજારમાં ઓર્ગેનિક પદ્ધતિથી ઉત્પાદન મેળવવલ ફ્ળ શાકભાજી મોજુદ છે પરંતુ તેને કોઈ ખરીદનાર નથી કારણ કે ઓર્ગેનિક પદ્ધતિથી મેળવેલ ફ્ળ શાકભાજીનો કલર નોર્મલ હોય છે આ દેખાવમાં સુંદર ઓછા હોય છે પરંતુ સ્વાદ અને પ્રોટીનથી ભરપૂર હોય છે.
નોંધ: આ જાણકારી તમને પસંદ આવી હોય તો 5 ખેડૂત ભાઈઓને શેર કરો અને તમારી ફરજ પુરી કરો ધન્યવાદ.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો