Agriculture Business idea: ટોપ 5 કૃષિ વ્યવસાય, શરૂ કરવાથી થાય છે અઢળક કમાણી

એગ્રીકલ્ચર આઈડિયા 

Agriculture Business idea: શું તમે પણ કૃષિ વ્યવસાય શરૂ કરવા જઈ રહ્યા છો તો આ ટોપ 5 કૃષિ વ્યવસાય ના આઈડિયા તમારી માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. આજના આ આધુનિક યુગમાં કોઈ પણ ખેતીનો વ્યવસાય શરૂ કરવા માટે ઉત્તમ સમય ગણાય છે. કારણ કે અત્યારે ઘણા બધા એવા મહત્વના બિઝનેસ છે તેને શરૂ કરીને ઓછાં રોકાણમાં અછી ખાસ્સી કમાણી કરી શકાય છે. તો આપણે આ લેખની મદદથી કૃષિને લગતા 5 મહત્વના વ્યવસાય શરૂ કરવા માટે જાણીશું તો ચાલો જાણીએ ફટાફટ આ એગ્રીકલ્ચર આઈડિયા. 


Business Idea:

કોઈ પણ પ્રકારના વ્યવસાય શરૂ કરવા માટે તમેં બધા જાણો છો કે થોડું ઘણું રોકાણ કરવાની જરૂર પડે છે. પરંતુ ખેતીને લગતા વ્યવસાય શરૂ કરવા માટે કોઈ ખાસ રોકાણ કરવાની જરૂર નથી પરંતુ એ તમારી માથે નિર્ભર કરે છે કે તમે કેવા પ્રકારનો ધંધો શરૂ કરવા ઈચ્છો છો. આજના આધુનિક જમાનામાં હવે બીઝનેસ કરવા માટે કોઈ ઘણી મસ્કત કરવાની જરૂર નથી હોતી. અત્યારે સરકાર દ્વારા ઘણી બધી બિઝનેસ લોન સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે તેના થકી ખેડૂતોને જીવન સમાન ગણાતા ઘણા એવા મહત્વના વ્યવસાય છે તેને શરૂ કરી શકે છે. કોઈ પણ ભારતીય ખેડૂત ખેતી સાથે જોડાયેલો છે તો તેના માટે સરકાર અને પ્રાઇવેટ બેંક દ્વારા નોર્મલ વ્યાજ દરોમાં લોન સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે તેના થકી ભારતીય ખેડૂતો કોઈ પણ પ્રકારના વ્યવસાય અને ખેતીના કામમાં આવતા ઓજારો અને મશીનરી સાધનો ખરીદી શકે છે. જો તમે એક ખેડૂત છો અને કોઈ વ્યવસાય શરૂ કરવા ઈચ્છો છો તો પરંતુ તમારી પાસે રૂપિયાની કમી છે તો તમે સરકારી લોન સુવિધાનો ઉપયોગ કરી શકો છો. તેનાં વિશે આપણે આંગળ વાત કરીશું અને તમને લોન સુવિધા અને કૃષિ વ્યવસાય વિષે વાત જણાવીશું તો આગળ વધીએ.


5 Agriculture Business:

શાકભાજી વ્યવસાય (Vegetable business) આ ધંધામાં જલદી સફળતા મળવાની શક્યતા વધારે હોય છે. ઓછાં રોકાણમાં વધુ આવકનો સ્ત્રોત માનવામાં આવે છે, શાકભાજી આપણા જીવનમાં દરરોજ ઉપયોગમાં લેવામાં આવતી ચીજ છે તેનો ઉપયોગ દરેક સ્થળે કરી શકાય છે. આ વ્યવસાય શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં પણ બહુંજ સારી રીતે ચાલે છે અને સારી એવી આવક મેળવી શકાય છે. આ બિઝનેસ શરૂ કરવા માટે તમારા ખિસ્સામાં થોડા ઘણા રૂપિયા હોવા જોઈએ વધારે રૂપિયાની જરૂર નથી હોતી, આ ધંધામાં કંપીટેસન નાકે બરાબર હોય છે તેથી અત્યાર સુધીમાં અનેક પ્રકારના શાકભાજીના વેપાર થાય છે. ખેડૂત માટે આ વ્યવસાય એક દમ પરફેક્ટ મનાય છે. 


ફ્રુટ પ્રોડક્ટ વ્યવસાય (Fruit Product Business) આ બિઝનેસ સ્ટાટ કરવા માટે ખેડૂતોને કોઈ ખાસ રોકાણની જરૂર નથી કારણ આમાં ફ્રુટ પ્રોડક્ટ અથવા ફ્રુટ લે વેચ કરીને આ ધંધા ની સરૂઆત કરી શકાય છે. આ બિઝનેસ શહેરમાં રહેતા લોકો માટે ફ્રુટ ઉપલબ્ધ કરાવવામાં આવે છે અને ઘરે ઘરે પહોંચતું કરવામાં આવે છે. અથવા બજારમાં પણ તમે દુકાન અથવા લારીઓ પર વાંચીને અછી ખાસ્સી આવક મેળવી શકો છો. આ વ્યવસાયમાં જલ્દી સફળતા મેળવવા માટે તમે સીઝન આનુસાર, ફ્રુટ, અને તેનાથી બનતા વિવિધ, જ્યુસનુ વેચાણ કરી શકો છો. સીઝન મુજબ ફ્રુટ વેચાણમાં નુકસાન ઓછું હોય છે અને સફળતા જલ્દી પ્રાપ્ત થાય છે. આ વ્યવસાય શરૂ કરવા માટે સરકારી લોન સુવિધા ઉપલબ્ધ છે. જો તમને જરૂર હોય તો લાભ લઈ શકાય છે.


લેબર કમિશન એજન્ટ (Labor Commission Business) ખેડૂતો માટે સીઝન દરમિયાન લેબરની વધારે પ્રમાણમાં જરૂર હોય છે. તેથી જ્યારે પણ ખેડુતો દ્વારા વાવેતર કરવામાં આવેલ પાકની કટાઈ માટે ગામડાંમાં વધારે પ્રમાણમાં, મજૂરો, અથવા, મંજુરીની માંગણી હોય છે. તેઓ હંમેશા લેબરની ખોજમાં રહતા હોય છે તેથી તમેં ખેડૂતો માટે જરુરત મુજબ લેબર પૂરી પાડીને કમિશન મેળવી શકો છો. આ વ્યવસાય શરૂ કરવા માટે તમારે સરકારી નિયમોનું પાલન કરવું આવશ્યક છે. લેબર કમિશન એજન્ટ બનીને તમે ઘરે બેઠા સારી કમાણી કરી શકો છો. આ બિઝનેસ ખેડૂતો સુધી સીમિત નથી આ દરેક વ્યવસાય સાથે ઉપયોગી સાબિત થાય છે અને સારી કમાણી આપે છે.


રીપેરીંગ વ્યવસાય (Repairing Business) દસ હજાર રૂપિયાનું રોકાણ કરી શરૂ કરો આ વ્યવસાય અને દર મહિને અનલિમિટેડ કમાણી તમે બધા જાણો છો કે પહેલા આપણે અનાજ પીસાઈ કરવા માટે આજુબાજુના વિસ્તારમાં જ્યાં આટા ચક્કી મોજુદ હોય છેક ત્યાં સુધી અનાજ પીસાઈ કરવા માટે જતા પરંતુ આજના સમયમાં ઘરેઘરે આટા ચક્કી મોજુદ છે તેથી આ એક વ્યવસાય બની ગયો છે. ઘણા બધા કારીગરો દુકાનનું રોકાણ કરવાની બજાય ગામમાં અને વિવિધ શહેરોમાં આંટા ફેરા કરીને મોટરસાયકલ પર રીપેરીંગ કામ કરે છે અને સારી એવી કમાણી કરી રહ્યા છે. આ વ્યવસાય માત્ર આટા ચક્કી સુધી સીમિત નથી કોઈ પણ પ્રકારના રીપેરીંગ કામ કરી શકાય છે. અને આટા ચક્કી નાં પથ્થર ઘસવાનું કામ પણ કરી શકાય છે 10 થી 20 ઘર ફિક્સ કરી શકો છો અને દર બેથી ત્રણ મહિનામાં એક એક ઘરે જઈને આ કામ કરી શકાય છે. આમાં રોકાણ માત્ર દસ હજાર રૂપિયાનું આવે છે. અને કમાણી તમારા કામ પર નિર્ભર કરે છે. 


કૃષિ મશીનરી અને તેના સાધનો (Agricultural machinery and its implements) દશ લાખનું રોકાણ કરીને શરૂઆત કરો આ વ્યવસાયની અને દરરોજ અનલિમિટેડ કમાણી આ બિઝનેસ ની શરૂ કરવા માટે તમારે થોડું વધારે રોકાણ કરવાની જરૂર છે. તમેં જાણો છો કે દરેક ખેડૂત પાસે ટ્રેક્ટર અને તેના વિવિધ પ્રકારના સાધનો ઉપયોગ કરવામાં આવતા ઓજારો નથી હોતા. તેથી ગામડામાં આ એક વ્યવસાય માનવામાં આવે છે. જમીન ખેડવાથી લંઈને કપાઈ શુધી ખેડૂતો કૃષિ મશીનરી નો ઉપયોગ કરતા હોય છે અને તેના પાછળ ઘણું બધું ખર્ચ કરવામાં આવે છે તથી તમે આ વ્યવસાય શરૂ કરી શકો છો અને સારી એવી આવક મેળવી શકો છો. જો તમારી પાસે રોકાણ કરવા માટે રૂપિયાની કમી હોય તો આ કૃષિ મશીનરી ખરીદવા માટે ઘણી બધી બેંક લોન સુવિધા પણ આપે છે અને તેના થકી આ વ્યવસાય શરૂ થઈ શકે છે. આ બિઝનેસ મો આવક વધારે પ્રમાણમાં જોવા મળે છે પરંતુ તેમાં જાવકનું પ્રમાણ પણ વધું છે. ધ્યાન રાખો.


કૃષિ લોન સુવિધા (Agricultural loan facility) ખેડૂતો માટે સરકાર વિવિધ પ્રકારની સબસિડી અને વિવિધ રીતે લોન સુવિધા ઉપલબ્ધ કરાવે છે તેનો ઉપયોગ તમે તમારા વ્યવસાય શરૂ કરવા માટે કરી શકો છો. ઘણી બધી બેંક લોન બિઝનેસ લોન સુવિધા પણ ઉપલબ્ધ હોય છે તેનો ઉપયોગ પણ કરી શકો છો. લોન વિશે માહિતી માટે તમે તમારી નજીકની શાખા નો સંપર્ક કરી શકો છો. 

ઓર્ગેનિક એલોવેરા ની ખેતી: ખેડૂતો માટે છે ફાયદેમંદ:

ટોપ 5 કૃષિ વ્યવસાય: 

આ પ્રકારના વ્યવસાય ગામડામાં રહેતા લોકો સાથોસાથ શહેરમાં રહેતા લોકો માટે બંને માટે ઉપયોગી છે જો તમે કોઈ નાનો બિઝનેસ કરવા જઈ રહ્યા છો તો આ પ્રકારના વ્યવસાય અત્યારે વધારે લોકપ્રિય છે અને તમને ફાયદો કરાવી શકે છે. આ જાણકારી તમને કેવી લાગી એમને કમેન્ટ બોક્સમાં જણાવો. ધન્યવાદ. 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રાજનીતિ: એક્ટ 30-A રદ થઈ શકે છે

થરાદ માર્કેટ યાર્ડ ના ભાવ: આજે ખેડૂતોને જીરું એરંડા રાયડા ના ભાવ કેવા મળ્યા જાણો વિગતો

Tharad weather: આગામી 8 દિવસોમાં માવઠું પડશે કે હાડ થીજવતી ઠંડી?