ઓર્ગેનિક ખેતી માટે દવા બનાવવાની રીત: જૈવિક ખેતી માટે ઘરેલુ જંતુનાશક
![]() |
| ઘરેલુ જંતુનાશક |
જૈવિક ખેતી માટે ઘરેલુ જંતુનાશક: આજની ભાગદોડવાળી દિનચર્યામાં આપણી અંદરના હુન્નર ને ભુલી ગયા છીએ અને બજારમાં ઉપલબ્ધ જે ચીજ વસ્તુઓ મળે તેને ખરીદી લેવામાં વિસ્વાસ કરવા લાગ્યા છે. તેવીજ રીતે હવે લોકો તુરંત રીઝલ્ટ મેળવવાની આશાથી એ જોવામાં નથી આવતું કે જે બજારમાં ઉપલબ્ધ ચીજો ખાવાનું કે પછી શાકભાજી ફળો જેવા અનેક પ્રકારની આએટમો શું ખાવાલાયક છે. રાસાયણિક પદાર્થો અને જંતુનાશક દવાઓનો સહારો લંઈને ઉપજાઉ શાકભાજી ફળો અને વિવિધ પ્રકારના અનાજ. તમને બજારમાં આસાનીથી મળી જાય છે અને તેને તમે પોતાના સ્વાર્થ માટે લાભદાયક માનીને ખાતાં હોય છે. પરંતુ હકીકતમાં જે ચીજોનો ઉપયોગ તમે શરીરને સ્વસ્થ રાખવા માટે ઉત્તમ કહો છો તેજ વસ્તુઓની ખેતી કરવામાં ખતરનાક રાસાયણિક પદાર્થો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવતો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તેથી આના લાભ કરતા નુકસાન વધારે પ્રમાણમાં જોવા મળે છે. ખેતી વાડીમાં આજના સમયમાં ઉપયોગ કરી આવતા વિવિધ પ્રકારના ખાતરો અને દવાઓ કેન્સર જેવી ઘાતક બિમારીઓ થાય છે અને આ પ્રકારના પદાર્થો પર્યાવરણને અસર કરતું આવ્યું છે રાસાયણિક પદાર્થો અને દવાઓ ની બજારમાં ભરમાર છે. તેથી લોકો હવે ધીરે ધીરે ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે અને ખેડૂતોને વધુ રૂપિયા આપીને ઓર્ગેનિક જૈવિક ખાતરો દ્વારા ઉપજાવેલી કોઈ પણ પ્રકારની ચીજવસ્તુ ખરીદવા લાગ્યા છે. ખેતી વાડી માટે, ઓર્ગેનિક જંતુનાશક દવા કેવી રીતે બનાવી શકાય છે? તના વિશે આ રિપોર્ટ વાંચ્યો.
ઓર્ગેનિક દવા બનાવવાની રીત:
આમાં તો જંતુનાશક દવાઓ ઓર્ગેનિક રીતે ત્યાર કરવામાં કોઈ ખાસ જાણકારી મેળવવાની જરૂર નથી હોતી પરંતુ થોડું નોલેજ હોવું જરૂરી છે. જૈવિક ખેતી માટે ઘરેલુ જંતુનાશક બનાવવા માટે અનેક પ્રકાર મોજુદ છે, તેનો ઉપયોગ કરી શકાય છે અને ખેડૂતો પોતાની બુદ્ધિથી જંતુનાશક દવા અસરકારક રીતે બનાવી શકે છે. તમારી ખેતી વાડી માટે ઘરેલુ જંતુનાશક બનાવવા માટે તમે આ નીચે આપેલ ચીજોનો ઉપયોગ કરી શકો છો અને તમારી જરૂરીયાત મુજબ ઉપયોગ કરી શકો છો
(1) લીંબડો
(2) લાકડાની રાખ
(3) ખાટી છાશ
(4)10 પ્રતિ સત પશુ વેસ્ટ
(5) કોઈ પણ એક દુર્ગંધ વાળી ચીજ
જૈવિક ખેતી માટે ઘરેલુ જંતુનાશક બનાવવા માટે ઉપર બતાવેલ ચીજોની જરૂર પડે છે. ઘણા બધા ખેડૂતો આનાથી અલગ અલગ રીતે બનાવી શકાય છે. કારણ કે ઓર્ગેનિક પદ્ધતિથી જંતુનાશક દવાઓ ખેડૂતો પહેલાના સમયમાં પણ બનાવતા હતા એ સમય દરમિયાન બજારમાં ઉપલબ્ધ ન હોવાથી પ્રચલિત વિધિઓ દ્વારા ઓર્ગેનિક ખેતી માટે ખેતી પાકમાં આવતા વિવિધ રોગોના ઉપચાર માટે કરવામાં આવતા હતા પરંતુ આજે એ બધું ભૂલી લોકો અને ખેડૂતોને માટે બજારમાં ઉપલબ્ધ ખતરનાક જંતુનાશક દવાઓ મળી રહે છે અને તેનો ઉપયોગ કરવામાં આવે છે.
જંતુનાશક દવાઓ બનાવાની રીત:
ઘરેલુ જંતુનાશક બનાવા માટે શોથી પહેલા 10 કિલો જેટલા લીલા લીંબડા ના પાંદડા ગ્રેવી કરીને 300 મીટરની ટાંકીમાં નાખો અને જરૂરિયાત મુજબ પાણી નાખીને મિક્સ કરો. ત્યાર પછી 8 થી 10 કિલો વજન જેટલી લાકડાની રાખને જાળી વડે ચાળીને ટાંકીમાં નાખો. ખાટી છાશ આ વસ્તુ જેટલી વધારે જૂની હશે એટલું વધારે સારું રીઝલ્ટ મળે છે. તેથી 50થી 100 લિટર જેટલી છાશ નાખીને બરાબર મિક્ષ કરો ત્યાર બાદ દુર્ગંધ માટે 10 પ્રતિ સત પશુ વેસ્ટ અથવા શોથી વધારે દુર્ગંધ આવતી હોય તેવા કોઈ પણ જાતના પાંદડાંનો છોડ અથવા કોઈ અન્ય ચીજનો ઉપયોગ કરી શકાય છે. તેના પછી પશુ મુત્ર 50 લિટર જેટલું ઉપયોગ કરી શકો છો અને આ બધાનું મિક્સ કરી સારી રીતે ત્યાર પછી તેને જાળીથી ગળીને ત્યાર પછી કોઈ પણ ખેતી પાકમાં ઉપયોગ કરવામાં આવે છે અને સારું રીઝલ્ટ મળે છે. અને તેને વધારે અસરકારક બનાવવા માટે આજુબાજુના અનુભવી ખેડૂતોની સલાહ સંપર્ક કરી શકો છો. તેથી આ જૈવિક ખેતી માટે ઘરેલુ જંતુનાશક દવા વધુ ઉપયોગી બની શકે છે આ દવાનો છંટકાવ કરવામાં આવે તો વિવિધ પ્રકારના ખેતીમાં આવતાં જીવજંતુઓ થઈ રાહત મળે છે પેદા વાર માટે ઉપયોગી છે.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો