હોટલ જેવી ચા બનાવો ઘર પર, ચા કેવી રીતે બનાવી શકાય છે?
![]() |
| ચા બનાવવાની રીત |
ચા કેવી રીતે બનાવી શકાય છે?: તો હવે હોટલ જેવી ચા બનાવો તમારા ઘરમાં એક દમ કંટક ચટાકેદાર મલાઈ માર્કે, સવાર સવારમાં જો ચા ન હોય તો ભારતમાં લોકો નો દિવસ નથી ઊગતો સવારમાં ચાની ચૂસકી લીધા બાદ સમગ્ર દેશમાં દિનચર્યા ની શરૂઆત થાય છે. શું તમે પણ ચા પીવાના શોખીન છો? તો તમને ખબર હશે કે જ્યારે આપણે, હોટલ, લારીઓ, ચા સ્ટોલ, પર ચા પીઓ અને ઘરમાં ચા પીઓ તેમાં ઘણું અંતર હોય છે, ઘરે આપણે એક દમ મલાઈ વાળા દુધની ચા બનાવતા હોય છીએ પરંતુ ઘરમાં બનાવેલ ચા, હોટલ, ચા સ્ટોલ, લારીઓ, પર બનતી ચાય જેવો સ્વાદ નથી હોતો. તો આજે આપણે એવા જ કેટલાક વિષે પર રોચક વાતો કરીશું અને તમને જણાવીશું કે તમે ચાય સ્ટોલ જેવી, ઘરમાં ચા કેવી રીતે બનાવશો?
ઘરમાં ચા બનાવવાની રીત:
ચાય સ્ટોલ જેવી ચા બનાવો તમારા ઘર પર આપણા ભારત દેશમાં અઠઆરે વર્ણનો નિયમ છે કે કોઈ પણ મહેમાન ઘરે આવે ત્યારે આપણે એમને પાણી આપીને ચાનું પુછતા હોય છે, અથવા પુછ્યા વગર ચા બનાવતા હોય છે.અને બધા મેહમાન સહિત બધા લોકો ચા પીતા હોય છે, પરંતુ ઘરમાં બનાવેલ ચા હોટલ કે પછી ચાની લારી ઉપર બનતી ચાય જેવો સ્વાદ નથી હોતો પછી ભલેને તમે એકલા દુધમાં બનાવો છતાં પણ તેનાં જેવો સ્વાદ નથી આવતો. એ વાતનું ધ્યાન રાખીને આજે આપણ ચા બનાવતા શીખીશું.
ઘર પર ચા બનાવા માટે કોઈ ખાસ જાણવાની જરૂર નથી હોતી કારણ કે બધાં લોકો જાણતા હોય છે પરંતુ આ ટીપ્સ અજમાવાથી ચા એક દમ કડક અને સ્વાદિષ્ટ બનશે તો ચાલો ફટાફટ ચા બનાવતા શીખીએ.
ચા કેવી રીતે બનાવી શકાય છે?
3 લોકોની ચા બનાવા માટે: 15 ગ્રામ પાણી:
150 ગ્રામ દૂધ:
15 ગ્રામ ખાંડ:
14 ગ્રામ ચા પત્તી:
5 ગ્રામ લીલું આદું:
1 ગ્રામ તજ પતિ:
હવે હોટલ જેવી ચા બનાવો ઘરમાં:
ચા બનાવા માટે, લાકડાંના ચુલા ઉપર, અથવા ગેસના ચુલા ઉપર એલ્યુમિનિયમ વાસણમાં અથવા પિત્તળના વાસણમાં 15 ગ્રામ પાણી નાખી તેમાં 14 ગ્રામ ચાની પત્તી નાંખો અને હળવા તાપમાન પર ગરમ થવા દો અને પછી એક વખત ઉકળી જાય ત્યાર બાદ 150 ગ્રામ જેટલું દૂધ ઉકળી રહેલ ચા ની તપેલી માં નાખીને, તુરંત 15 ગ્રામ જેટલી ખાંડ નાખીને પાંચ સેકન્ડ સુધી ઉકાળો અને ત્યાં પછી, 1 ગ્રામ તજ પતિ, ચાની તપેલી માં નાખીને 30 સેકંડ સુધી ચાને ઉકાળો અને ત્યાર બાદ 5 ગ્રામ લીલું આદું ખુટી ને ચાય અદર નાખો અને ત્યાં પછી એકથી ત્રણ વખત ઉકળીને ચા ચાખી લો ખાંડ ઓછી હોય તો સ્વાદ પ્રમાણે નાખીને ચૂલો બંધ કરો અને તમારી ચાય ચા લારી જેવી બનીને તૈયાર થઈ જાય છે. ચા પીવી છે એવી રીતે તમારા દોસ્તોને પુછી શકો છો. અને સાથે મળીને કડક મલાઈ વાળી ચા પીઓ ઘરમાં બેઠાં બેઠાં.
ચા પીવાના ફાયદા:
ચાને દરેક લોકો પસંદ કરે છે. સવાર સવારમાં ઘરથી બહાર નીકળી કોઈ મંજુરી કરવા માટે જાય તો કોઈ ઓફિસ માટે ઘરેથી નીકળતા પહેલા ચાની ચૂસકી લીધા બાદ સમગ્ર ગુજરાતમાં કામ માટે નીકળતા હોય છે. એક વખત ચા પીઓ એટલે માણસ એકદમ રિલેક્સ થઈ જાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ચા પીવાના કેટલાક ફાયદા છે. તો ચાલો જાણીએ ચા પીવાના ફાયદા, અને તેના નુકસાન વિશે, પહેલા જાણી લંઈએ ચા પીવાના ફાયદા વિશે. આપણે જ્યારે પણ ચા બનાવી એ ત્યારે ચામો આદુંનો ઉપયોગ કરતા હોય છે અને આદું આપણ શરીર માટે ઘણું ફાયદાકારક છે આદું માં એન્ટી ઓક્સિડેન્ટ હોય છે તે શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટે મદદગાર સાબિત થાય છે અને ઠંડાં વાતાવરણમાં શરદી તાવ જેવી બિમારીઓ થી દૂર રાખે છે. અને આપણું જીવન સુરક્ષિત રહે છે. આદું વાળી ચા પીવાથી પાચંન શક્તિમાં વધારો થાય છે અને કબજિયાત દૂર કરે છે. પરંતુ એજ આદું ઉનાળામાં નુકસાન કરી શકે છે ધ્યાનમાં રહે તેથી નિયમિત રીતે ઉપયોગ કરવો જોઈએ.
ચા પીવાના નુકસાન:
ચા વિશે આપણે જાણીએ છીએ કે ચા વધારે પ્રમાણમાં પીવાથી શું થાય છે, એક દિવસમાં ત્રણ કંપ ચા પીવાથી કોઈ ખાસ નુકસાન નથી પરંતુ તેના થી વધારે ચા પીવાથી ઘણા બધા શરીરના નુકસાન થાય છે. તમો શોથી પહેલું નુકસાન એ છે કે ચા પીવાથી તેની લત લાગી જાય છે અને તેના વગર તમને ચએયન નહીં આવે. રાત્રી દરમિયાન ચા પીવાથી નિદ્રા ઓછી થઈ શકે છે. પરંતુ આ બધાની ઉપર લાગું નથી રાત્રી દરમિયાન ચા પીવાથી અલગ અલગ અશર જોવા મળે છે. રાત્રે ચા પીવાથી નિદ્રા વધારે આવી શકે છે અથવા ઓછી થઈ શકે છે અથવા કોઈને સમૂળ ઊંઘ આવશે જ નહીં.
વધારે પ્રમાણમાં લાંબા સમય સુધી ચા પીવાથી શ્વાસ ચડવાની બિમારી થંઈ શકે છે અને ઘડપણમાં શ્વાસ ચઢવાની સરૂઆત થઈ જાય તો એ જલ્દી મટતી હોય તેવાં ઉદાહરણ ઓછાં દેખાઈ છે. વધારે પ્રમાણમાં ચાય થી, એસીડીટી, ડાયાબિટીસ, અને જાત જાતની બીમારીઓ થઈ શકે છે. તેનાંથી પેશાબ નળીથી ટીપાં પડવા લાગે છે. તેને દેશી ભાષામાં ઊનવા કહેવાય છે. અને આહાર લેવામાં કમી થઈ શકે છે.
ઓર્ગેનિક પશુપાલન: ડેરી ફાર્મિંગ કરવાથી ખેડૂતોને કેટલો ફાયદો થાય છે? પશુ ઉછેર વ્યવસાય
નોંધ: ખાસ માહિતી આમો જણાવેલ ખુદનાં અનુભવ છે અને બીજા લોકો પર આ નિયમ લાગુ પડતાં નથી ચા પીવાના ફાયદા અને નુક્સાન વિશે આપેલ માહિતી વિવિધ લોકોને મત મુજબ છે આની પુષ્ટિ અમે નથી કરતા ધ્યાન રહે. ધન્યવાદ.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો