ઓર્ગેનિક ખાતર: પોષક તત્વોથી ભરપૂર હોય છે, ફર્ટિલાઇઝર બનાવાની સરળ રીત
![]() |
| ઓર્ગેનિક ખાતર |
Organic farming:
ઓર્ગેનિક ખાતર: નો ઉપયો અને તેને બનાવાની રીત આ પ્રમાણે પાકનું વાવેતર કરનાર ખેડૂતોને ખ્યાલ હશે કે લાંબાં સમય શુધી કોઈ પણ પાકને જમીન માંથી પોષક તત્વો મળી રહે તેના માટે ખેડૂતો વિવિધ પ્રકારના ખાતરોનો ઉપયોગ કરતા હોય છે. જે ખેડૂતો દેશી રીતે ખેતી કરે છે તેઓ જાણે છે કે ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરવાનું કેટલું મહત્વપૂર્ણ છે. આજના યુગમાં વિવિધ પ્રકારના ખાતરો બજારમાં ઉપલબ્ધ છે. જેમાં રાસાયણિક પદાર્થો દ્વારા કરવામાં આવેલા ત્યાર ખાતરો વધારે ઉપયોગ કરવામાં આવતા હોય છે. આ ખાતરો ખેતીમાં ઉપયોગ કરવાથી પર્યાવરણને અસર કરતાં હોય છે. રાસાયણિક ખાતરો ઉપયોગ કરવા માટે વધારે ખર્ચ કરવું પડે છે. કારણ કે આ રાસાયણિક ખાતરો મોંઘા ભાવે મળતા હોય છે. બીજી તરફ ઓર્ગેનિક જૈવિક ખાતર પર્યાવરણને કોઈ નુકસાન થયા વગર સજીવ ખેતી કરવા માટે ઉત્તમ ઓર્ગેનિક ખાતર માનવામાં આવે છે. આ પ્રકારના ખાધ ત્યાર કરવા માટે વિવિધ પ્રકારના દેશી પદાર્થો નો ઉપયોગ કરી ત્યાર કરવામાં આવે છે અને તેને જમીનમાં ખેતી માટે વૈકલ્પિક ઉર્જાનો સ્ત્રો માનવામાં આવે છે.
જૈવિક ખાતરો: હાનિકારક પદાર્થો નો ઉપયોગ ક્યાં વગર ઓર્ગેનિક ખેતીમાં ઉપયોગ કરવામાં આવતા વિવિધ પ્રકારના ખોરાક હવે તમે ઘરમાં પણ ત્યાર કરી શકો છો જૈવિક ખાતરો બનાવા માટે ઘણી બધી એવી વસ્તુઓની જરૂર પડશે કે જે તમારી પાસે હોવી જોઇએ. ખેડૂતો બધા જાણે છે કે હવે ઓર્ગેનિક ખેતી કરવી કેટલી જરૂરી બની ગંઇ છે. ભારત સરકાર વિવિધ પ્રકારની સ્કીમો લઈને આવે છે અને ખેડૂતોને ઓર્ગેનિક ખેતી વિશે જાણકારી આપીને આ સજીવ ખેતીના ફાયદા અને તેના વિશે ખેડૂતોને માર્ગદર્શન આપે છે. દુનિયા ભરમાં હવે ઓર્ગેનિક ખેતી તરફ ખેડૂતોને લાવવા માટે ઘણી મહેનત કરી રહી છે. તેનું કારણ એ છે કે લગાતાર મોંઘવારીની અસર અને રાસાયણિક ખાતરનો ઉપયોગથી પર્યાવરણને નુકસાન થંઈ રહ્યું છે તેનાં કારણે આવનારા વર્ષોમાં આ રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ લોકો અને પશુઓના જીવન માટે ખતરનાક સાબિત થઈ શકે છે. રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાથી પર્યાવરણને નુકસાન થાય એટલું જ નહીં જમીન માટે પણ એટ્લો જ હાનિકારક સાબિત થાય છે. તનો ઉપયોગ કરી ઉત્પાદનમાં વધારો કરી શકાય છે પરંતુ, માનવ, પશુ, પંખીઓ, માટે બહુ જ નુકસાન દાયક મનાય છે.
સજીવ ખેતી:
એગ્રીકલ્ચર સાથે જોડાયેલા ખેડૂતો જાણે છે કે જૈવિક ખાતરનો કેવી રીતે ઉપયોગ થાય છે? આ એક દેશી ખાતર હોય છે તેને વિવિધ પ્રકારના જૈવિક પદાર્થો અને ઓર્ગેનિક છાણીયા દ્વારા ત્યાર કરવામાં આવે છે. આ એક ખેડૂતો માટે કુદરતી વિકલ્પ પ્રદાન કરે છે. કૃષિ જીવન સાથે સંકળાયેલા ખેડૂતો અને એગ્રીકલ્ચર માટે ઓર્ગેનિક ખેતીમાં ઉપયોગ દેશી ખાતર કુદરતી રીતે પર્યાવરણનું રક્ષણ સાથે સારું ઉત્પાદન મેળવવાંમા મદદ કરે છે. જૈવિક ખાતરો ઓર્ગેનિક પદાર્થોના ઉપયોગ કરી ત્યાર કરવામાં આવે છે. જેમાં, બાયો પદાર્થો, અને વિવિધ પ્રકારના છોડના અવશેષો મેળવી બનાવામાં આવે છે. દેશી ભાષામાં તેને સમજવામાં આપણે તેને છાણીયું ખાતર, અથવા ઓર્ગેનિક ખાતરના રૂપમાં ઓળખવામાં આવે છે. તેને ઘરે ત્યાર કરવા માટે કેટલાક છોડ અને બાયો પદાર્થો નો ઉપયોગ કરી ઓર્ગેનિક ખાતર બનાવી શકાય છે. તેને જૈવિક ખાતરના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. આ પ્રકારના ખોરાક પર્યાવરણનું રક્ષણ સાથે ખેડૂતોને સારી ઉપજ આપે છે.
બાયોફર્ટિલાઇઝર: જૈવિક ફર્ટિલાઇઝર જમીન માટે પોષક તત્વોની કમીને દૂર કરીને ખેડૂતોને સજીવ ખેતીમાં વધુ ઉત્પાદન મેળવવામાં ઉપયોગી સાબિત થાય છે. વિવિધ પાંકોના વાવેતરમાં છોડના વિકાસ માટે અને સારું ઉત્પાદન મેળવવામાં જૈવિક ફર્ટિલાઇઝર મદદ કરી શકે છે. આજે ખેડૂતો માટે ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરવા માટે બજારમાં વિવિધ પ્રકારના જૈવિક ખાતરો મોજુદ છે તેનો ઉપયોગ રાસાયણિક ખાતરની જગ્યાએ કરી શકાય છે. તેનાં વિશે વાત કરીએ તો આ બાયોફર્ટિલાઇઝર કરોડો નેનો સુક્ષ્મજીવો પેદા કરે છે તે ઉપજાઉ જમીન બનાવા માટે ઉત્તમ માનવામાં આવે છે. જો તમે એક ખેડૂત છો તો તમે જાણતા હશો કે જમીનમાં પોષણ તત્વો ન હોય તો એ જમાનામાં વધારે પ્રમાણમાં ઉત્પાદન મેળવી શકાય નહીં અને ઉત્પાદન મેળવવા માટે ખેડૂતોને વિવિધ પ્રકારના રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો પડે છે. પરંતુ જો ઓર્ગેનિક ખેતીની વાત કરીએ તો આમાં કોઈ પણ રાસાયણિક પદાર્થો નો ઉપયોગ નથી કરવામાં આવતો અને બાયોફર્ટિલાઇઝર અને ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે જો તમે પણ સજીવ ખેતી કરવા ઈચ્છો છો તો આ ઓર્ગેનિક ખાતર બનાવવાની રીત? તમારી માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.
ઓર્ગેનિક ખાતર બનાવાની સરળ રીત:
દેશી ખાતરોનો ઉપયોગ કરવાથી કુદરતી પર્યાવરણને રક્ષણ આપે છે અને આપણી આવનારી પેઢીઓ તેનો ઉપયોગ કરવામાં પ્રોત્સાહિત થાય છે. આજના સમયમાં લીલા શાકભાજીથી લઈને તમામ પ્રકારના પાકમાં રાસાયણિક પદાર્થો નો ઉપયોગ કરવામાં આવે છે. એ આપણા હેલ્થ સ્વાસ્થ્યને લઈને ચિંતાનો વિષય માનવામાં આવે છે. તેથી દુનિયામાં ઓર્ગેનિક ખેતી માટે વૈકલ્પિક રીતો શોધવાની હોડ લાગી છે. દરેક દેશોની સરકારો ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ લઈ જવા માટે સ્કીમમાં રોકાણ અને ખર્ચ વિશેની માહિતી આપી રહી છે. તેનું કારણ એ છે કે દુનિયામાં એગ્રીકલ્ચર ફાર્મિંગ મોં ઉપયોગ કરવામાં આવતા ખતરનાક રાસાયણિક પદાર્થો અને દવાઓ તેનાં લીધે કેન્સર જેવી ગંભીર બિમારીઓ જન્મ લંઈ રહી છે અને પર્યાવરણને થતાં નુકસાનને પણ નજરઅંદાજ કરી શકાય તેમ નથી. તેને જોતા હવે ખેડૂતો પણ તેનાં મહત્વને ધ્યાનમાં રાખીને વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ કરી રહ્યા છે.
જૈવિક ફર્ટિલાઇઝર બનાવાની સરળ રીત:
ગુજરાત અને સમગ્ર દેશમાં બે પ્રકારના જૈવિક ફર્ટિલાઇઝર બનાવામાં આવે છે. તેમાં વિવિધ કંપનીઓ અને ખેડૂતો સામીલ છે. કંપની દ્વારા ત્યાર કરવામાં આવતાં જૈવિક ખાતરો બાયો વેસ્ટ અને વિવિધ પ્રકારની દેશી પદ્ધતિથી ત્યાર કરવામાં આવે છે. તેને ખેડૂતો ખરીદીને ઉપયોગ કરી શકે છે બિજી તરફ ખેડૂતો ખુદ પોતાના ઘરે ઓર્ગેનિક પદ્ધતિથી ખાતર બનાવીને ઉપયોગ કરેછે. આ પ્રકારના ખાદ્યો ઉપજાઉ જમીન બનાવા અને વધુ ઉત્પાદન મેળવવામાં મદદરૂપ થાય છે. એગ્રીકલ્ચર માટે ઘણાં બધાં જૈવિક ફર્ટિલાઇઝર હોય છે પરંતુ બધાં ફર્ટિલાઇઝર ખાતરને ઘરમાં બનાવા અસંભવ છે. તેને વિવિધ ફેકલ્ટીમાં બનાવામાં આવે છે. ખેડુતોની જરૂરીયાત મુજબ તેઓ ખરીદી શકે છે. પરંતુ જે જરૂરી ખાતર છે તેને ઘરે બનાવી શકાય છે. તમે નીચે આપેલ જાણકારી નો ઉપયોગ કરી ઓર્ગેનિક પદ્ધતિથી ખાતર બનાવી શકો છો.
ઓર્ગેનિક ખાતર બનાવાની સરળ રીત:
જૈવિક ખાતર કેવી રીતે બનાવી શકાય છે? આ રીતે તમારા ઘરે બનાવો ઓર્ગેનિક ખાતર ફર્ટિલાઇઝર બનાવાની સરળ રીત, જો તમે ખેડૂત છો તો આ ખાસ પદ્ધતિથી નો ઉપયોગ કરી તમારા ઘર પર આ ખાતર બનાવતા હશો પરંતુ જે લોકો નથી જાણતા તેવા લોકો આ દેશી ખાતર આ માહીતીનો ઉપયોગ કરી ઓર્ગેનિક પદ્ધતિથી ખાતર બનાવી શકે છે.
ખાતર બનાવવા માટે મહત્વપૂર્ણ માહિતી.
(1) એક મોટી ટાંકીની જરૂર પડશે.
(2) 1 ટંન છાણીયું ખાતર.
(3) 25 કિલો જેટલું બેસન.
(4) 10 કિલો ગોળ.
(5) ઓર્ગેનસ બેક્ટેરિયા.
(6) પાણી સરૂઆત મુજબ.
ફર્ટિલાઇઝર બનાવાની સરળ રીત:
ઓર્ગેનિક ખાતર બનાવવા માટે ઉપર બતાવેલ ચીજોની મદદથી તમે ઘર પર ખાતર ફર્ટિલાઇઝર બનાવી શકો છો તેને બનાવવા માટે ટાંકીની અંદર બંધો મિક્સ પશુઓનો બાંયો વેસ્ટ એટલે કે, 1 ટંન છાણીયું ખાતર. ટાંકીની અંદર નાખો ત્યાર પછી, 25 કિલો જેટલું બેસન, એજ ટાંકીની અંદર નાખો, ત્યાં પછી, 10 કિલો ગોળ, નાખીને બધું મિક્સ કરી જરૂર મુજબ પાણી નાખીને જ્યારે તે બધું મિશ્રણ ગળીને એક દમ પ્રોફેકટ થવું જોઈએ દરરોજ તેને લાકડી દ્વારા હલાવતા રહો તેમાં ન વધારે પાણી હોવું જોઈએ કે ન વધારે પાતળું હોવું જોઈએ ત્યાર પછી કૃષિ વિભાગમાંથી ઓર્ગેનસ બેક્ટેરિયા લાવીને આ ટાંકીમાં નાખો જો તમને બેક્ટેરિયા ન મળે તો પણ ચાલશે પણ જો મળી જાય તો વધારે સારું ત્યાંર પછી તેનો કોઈ પણ કૃષિ પાકમાં છંટકાવ કરી સકાય છે. અથવા આ મીસણ ને તડકામાં સૂકવી દાણા જેવા જાળીમાં ચાળીને બોરી ભરી શકાય છે. અને આ ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ તમારી જરૂરત મુજબ કરી શકો છો. એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આ ખાતર બિલકુલ તડકામાં ન રાખવો જોઈએ અને વધારે સૂકાઈ જાય નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ આવું કરવાથી તેની અંદર પેદા થયેલ બેક્ટેરિયા મરી જાય છે અને ખાતર ઉપયોગી નહીં રહે.
આ રીતે બનાવેલ ખાતર તમે ડીએપી યુરીયા ખાતર ની જગ્યાએ હવે ઉપયોગ કરી શકો છો. આ કુદરતી પર્યાવરણને બચાવવા માટે ઉત્તમ માનવામાં આવે છે અને કોઈ પણ પ્રકારના પાકમાં ખેડૂતોને ઓછા ખર્ચમાં ત્યાર કરી વધારે ખર્ચ થતાં નાણાં બચાવી શકે છે. એક મહત્વપૂર્ણ માહિતી આ લેખમાં આપવામાં આવેલ માહિતી વિવિધ જાણકારો મુજબ લખવામાં આવી છે. www.Organicfarming.life. તેની પુષ્ટિ નથી કરતું ધ્યાનમાં રાખીને આગળ વધી શકો છો. ધન્યવાદ.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો