જીરાના વાવેતરને પાકવાની હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે: જીરું પાકમાં રોગોને આ રીતે કરો આમંત્રણ

જીરું પાકમાં ઓર્ગેનિક ઉપાય 

જીરાના પાકમાં આવતા વિવિધ પ્રકારના રોગોને દૂર કરવા માટે ઓર્ગેનિક ઉપાય: 

જીરું પાકમાં રોગોને આ રીતે કરો આમંત્રણ: ગુજરાત અને રાજસ્થાન વિસ્તારમાં ખેડૂતો દ્વારા લાખો વિઘા જમીનમાં જીરાનું વાવેતર કરવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં જીરુંની ખેતી થાય છે. હવામાનના કારણે આવતા જીરૂં ના પાકમાં વિવિધ પ્રકારની બિમારીઓને નાબૂદ કરવા માટે કૃષિને લગતા દેશી, ઉપાય, ટિપ્સ, અપનાવીને જીરાના પાકમાં આવતા રોગોને નિમંત્રણ કરવા માટે આટલું અવશ્ય કરો નહીં તર જીરાના પાકને નુક્સાન થતાં કોઈ રોકી શકશે નહીં અને જીરું, સુકારો, મેલો, ચરમી, જેવા રોગોને નિમંત્રણ કરવા માટે આ ઓર્ગેનિક પદ્ધતિથી કરવામાં આવતા ઉપાય. જેનો ઉપયોગ કરી જીરું ના પાકમાં આવતા વિવિધ પ્રકારની જીવાતોને દૂર કરી શકાય છે. 


જીરું મસાલામાં પ્રમુખની ભૂમિકા ભજવે છે. બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં જીરાના પાકનુ વાવેતર કરવામાં આવે છે. બનાસકાંઠા અને રાજસ્થાનના અલગ અલગ વિસ્તારોમાં ઠંડીના દિવસોમાં ખુબ વાવેતર કરવામાં આવે છે. ખેડૂતો દ્વારા જીરાનું વાવેતર ગુજરાતમાં મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. જીરું ખેડૂતો માટે મહત્ત્વનો પાક છે. બહુંજ મોંઘો પાક હોવાથી જો જીરાનું ઉત્પાદન વધારે થાય તો ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે જીરું બહુંજ ઉંચા ભાવે વંચાય છે અને ખેડૂતોને સારી એવી આવક મળવાની આશા હોય છે. પરંતુ જીરાના વાવેતરમાં સફળતા 70 ટકાથી વધુ નથી હોતી કારણ કે વાતાવરણમાં અચાનક આવતા બદલાવો જીરુંના પાકને સીધી અસર કરે છે અને પાક ખરાબ થવાની શક્યતા છે. 


વાતાવરણ જીરાના પાક માટે બહુંજ જરૂરી હોય છે. અચાનક આવતા બદલાવો જીરું ના પાક માથે સીધી અસર કરે છે. જીરાના પાક પર બે પ્રકારના મોડેલ લાગુ થાય છે. જો તેનું વાવેતર સફળ થાય તો ખેડૂતોને સારી આવક અને ઉચિત ભાવમાં વધારે ફાયદો થાય છે. જીરું ઉપર એક વાત ફીટ બેસે છે કે થાય તો પેઢી તારી નાખે અને જાય તો પેઢી ડુબાડી નાંખે છે. જીરાના વેપારમો રિસ્ક વધારે હોય છે તેનું કારણ એ છે કે તેના ભાવમાં આવતાં ઉતાર ચડાવ નુકસાની ને પાત્ર લાગું થાય છે. જીરાને લીધે ઘણા બધા વેપારીઓએ પોતાની લાઈફ સુધારી છે પરંતુ એવા પણ ઘણા વેપારીઓ છે જેને જીરાને લીધે પોતાની લાઈફ બરબાદ થઈ ગઈ છે. તેનું મુખ્ય કારણ એ છે કે ઉંચા ભાવે જીરું ખરીદી લીધા પછી અચાનક આવતા ભાવમાં ઘટાડાના પગલે વેપારીઓ અને ખેડૂતોને નુક્સાન ભોગવવાનો વારો આવે છે. 


ફેબ્રુઆરી મહિનામાં જીરાના પાકમાં કેવા પ્રકારના રોગો આવે છે? જ્યારે પણ વાતાવરણ વાદળછાયું થાય છે ત્યારે જીરું ના પાકમાં વિવિધ પ્રકારના રોગો આવતા હોય છે.જમો, ચરમી, કાળો મેલો, રાતોં મેલો અને વિવિધ પ્રકારના જીવજંતુ આવતા હોય છે.તેને નાબૂદ કરવા માટે ખેડૂતો દ્વારા મોંધી દાટ દવાઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. વાદળછાયું વાતાવરણ થાય ત્યારે જીરાના પાકમાં નવા નવા જીવ જંતુ પેદા થતા હોય અને તેનાથી છુટકારો મેળવવા માટે ખેડૂતોને વધારાનો ખર્ચ થતો હોય છે. સારો એવો ખર્ચ કરવા છતાં પણ જીરાના પાકનો કોઈ ભરોસો નથી હોતો જો વરસાદ જેવું વાતાવરણ થાય તો જીરું ના પાક માટે નુકસાની દાયક ગણવામાં આવે છે. જીરા ના પાક અંગેની માહિતી રાખતા ખેડૂતો જણાવે છે કે જીરાનું વાવેતર જુગારીઓ પાક માનવામાં આવે છે. તેનો કોઈ ભરોસો નથી હોતો ખેડૂતો ત્યારે વિસ્વાસ કરેછે જ્યારે કૃષિ મશીનરી દ્વારા જીરું બોરીયો માં ભરે ત્યારે ખેડૂતો કહે છે કે જીરું થયું છે જ્યાં શુધી જીરું ખેતરમાં છે ત્યાં સુધી તેનો કોઈ ભરોસો નથી હોતો.  


જીરાના પાકમાં કોઈ પણ પ્રકારના રોગને નિયંત્રિત કરવા માટે અપનાવો આ, ઓર્ગેનિક ઉપાય, ટિપ્સ, અપનાવી શકો છો અને જીરુંમાં, આવતા વિવિધ પ્રકારની જીવાતોને નિયંત્રણ કરવા માટે જેમો, સુકારો, ચરમી કાળો મેલો, રાતોં મેલો, અને પીળા પડતા જીરાના છોડને અટકાવે છે. અને વિવિધ પ્રકારના રોગો સામે રક્ષણ આપે છે આ ઉપાય કરવાથી દૂર થઈ શકે છે જીરૂ રોગો જીરાના છોડને પીળા પડતા અટકાવા માટે, 500 લીટર પાણીમાં 10 લીટર ખાટી છાશ અને 50 લીટર ગવું મુત્ર અથવા કોઈ પણ પશુઓના પેશાબને આ ત્રણેય લિકવેડ મિક્સ કરી જીરાના પાકમાં છંટકાવ કરવામાં આવે છે. આમ કરવાથી જીરું રોગોને નિમંત્રણ કરવામાં મદદ મદદરૂપ થાય છે. તમે બધા જાણો છો કે ખેતીમાં ખાતરના રૂપમાં આપણે છાણીયું ખાતર જમીનમાં વાવેતર કરવા ઉપજાઉ જમીન બનાવા માટે ઉપયોગ કરતા હોય છે. આ એક દેશી ઉપાય ટિપ્સ છે તેનો ઉપયોગ કરવાથી 60 ટકા જેટલું રીઝલ્ટ મળે છે. પરંતુ આ ઉપાય કરવા માટે આજુબાજુના ખેડુતોની સલાહ વધુ માહિતી મેળવી શકાય છે. કરણ કે જીરાનું 100 ટકા રીઝલ્ટ લાવવું એ મુશ્કેલ કામ છે તેથી કોઈ પણ ઉપાય કરતા પહેલા તેના વિશે માહિતી મેળવી લેવી જોઈએ. 


પીળા પડી રહેલા છોડને કેવી રીતે અટકાવી શકાય છે? 

જીરું ના પાકમાં આવતા રોગો પાછળ હવામાન 60 ટકા જેટલું જવાબદાર હોય છે. વાતાવરણમાં આવતા બદલાવ જીરું પાકમાં વિવિધ પ્રકારની બિમારીઓ આવતી હોય છે અને તેને નાબૂદ કરવા માટે અનેક પ્રકારની દવાઓ ઉપયોગ કરવામાં આવે છે. તેમાં દેશી ટીપ્સ અને રાસાયણિક દવાઓનો ઉપયોગ વધારે પ્રમાણમાં થતો આવ્યો છે. શું તમારે પણ જીરામાં આ રોગ આવ્યો છે? તો આ ઓર્ગેનિક ઉપાય કરવાથી રોંગ દૂર કરી શકાય છે. જીરાને સમય અવધિ માં દવાનો છંટકાવ ન કરવામાં આવે તો ઘણા બધા નવા રોગ જન્મ લેતા હોય છે તેને નાબૂદ કરવા માટે ઓર્ગેનિક પદ્ધતિથી અપનાવીને જીરાના પાકમાં દેશી ઔષધી તરીકે છાસ અને પશુના મુત્ર બને મિક્સ કરી જીરાના પાકમાં છંટકાવ કરવામાં આવે છે. આ ઉપાય પીળા પડી ગયેલા જીરું છોડને અટકાવે છે. પશુ મલ મુત્ર ખેતી માટે બહુંજ ઉપયોગી સાબિત થાય છે. અને કોઈ પણ પ્રકારના રોગને નિયંત્રિત કરવા માટે ઉત્તમ માનવામાં આવે છે.

 

ગુજરાત સહિત બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં જીરું પાકનું વાવેતર મોટા પ્રમાણમાં ખેતી થાય છે. અને ખેડૂતો બધા જાણો છો કે જીરાને કેવી રીતે ઉછેરી શકાય છે. આપણે જાણીએ છીએ જીરામાં આવતા વિવિધ પ્રકારના રોગો વિશે હવામાનમાં આવતા બદલાવ જીરાના પાકમાં સીધી અસર કરે છે જો વાતાવરણ વાદળછાયું થાય તો જીરું વરિયાળી અને મેથીના પાકમાં મેલો અને વિવિધ પ્રકારની જીવાતો આવતી હોય છે તેને નાબૂદ કરવા માટે મોંઘી દવાઓનો છંટકાવ કરવામાં આવે છે. જો તમારા, જીરું, વરીયાળી, અને મેથીમાં ચુસીયા પ્રકારના જીવાત આવી છે તો તમારે સમય અવધિ માં દવાનો છંટકાવ કરવો જોઈએ જો કોઈ પણ દેશી ઉપાય અથવા રાસાયણિક દવાઓનો છંટકાવ ન કરવામાં આવે તો આ જીવાતો તમારા ખેતરમાં ઉભેલા પાકને નુક્સાન કરી શકે છે.


"જીરું વરિયાળી અને મેથીના પાકમાં આવતા ચુસીયા પ્રકારના જીવાતો ને નાબૂદ કરવા માટે, ઉપાય ટિપ્સ"

આ ત્રણ પ્રકારના પાકોનું વાવેતર મોં ચુસીયા જીવાતો ને નાબૂદ કરવા માટે, ઓર્ગેનિક ઉપાય, જો તમે લાકડાની રાખને ઉપર બતાવેલ કોઈ પણ પાકનું વાવેતર છે તો રાખને જાળી વડે ચાળીને સળગાવેલ લાકડાની રાખને, જીરું વરિયાળી અને મેથીના પાકમાં છંટકાવ કરી શકો છો. આવું કરવાથી ઉચિત પણીમ મળે છે અને તેનાથી કોઈ પણ પ્રકારના પાકને નુક્સાન થતું નથી અને ચુસીયા જીવાતો થી 70 ટકા જેટલું રીઝલ્ટ મળે છે. 100 ટકા રીઝલ્ટ મેળવવા માટે ખેડૂતોને તેનો વધારે ઉપયોગ કરી શકાય છે. પરંતુ વધારે પ્રમાણમાં ઉપયોગ કરવાથી પાકને નુક્સાન થંઈ શકે છે. 


નોંધ પાત્ર માહિતી: આ લેખમાં આપવામાં આવેલ વિવિધ પ્રકારની જાણકારી અલગ અલગ ખેડૂતો દ્વારા મેળવવામાં આવી છે કોઈ પણ ઉપાય ટિપ્સ અપનાવતાં પહેલા વધુ માહિતી મેળવી શકો છો આ માહિતી વિવિધ લોકોને મત મુજબ છે. www.Organicfarming.life તેની પુષ્ટિ નથી કરતું ધ્યાનમાં રહે. ધન્યવાદ ફરી મળીશું.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રાજનીતિ: એક્ટ 30-A રદ થઈ શકે છે

થરાદ માર્કેટ યાર્ડ ના ભાવ: આજે ખેડૂતોને જીરું એરંડા રાયડા ના ભાવ કેવા મળ્યા જાણો વિગતો

Tharad weather: આગામી 8 દિવસોમાં માવઠું પડશે કે હાડ થીજવતી ઠંડી?