તરબૂચ ખેતી: કૃષિ ટીપ્સ
![]() |
| તરબૂચન |
કૃષિ ટીપ્સ: ઉનાળામાં ગરમીનાં દિવસોમાં તરબૂચના પાકમાં આવતા વિવિધ પ્રકારના રોગોને નિમંત્રણ કરવા માટે ખેડૂતો ઘણી બધી મોંઘી દવાઓનો ઉપયોગ કરતા હોય છે. તેમ છતા પણ અનેક પ્રકારના રોગો નિયંત્રિત કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે અને તેનું કારણ એ છે કે જરૂરી દવાઓનો ઉપયોગ કરવામાં નથી આવતો અને તરબૂચની ખેતીને નુકસાન થતું હોય છે. તેથી ઉત્પાદનમાં પણ ઘટાડો જોવા મળતો હોય છે. આજે આપણે આ લેખમાં તરબૂચના પાકમાં આવતા વિવિધ પ્રકારના રોગોને નિયંત્રિત કરવા માટે અને, તરબૂચનું વધુ ઉત્પાદન કેવી રીતે મેળવી શકાય છે? તેના વિશે જાણો વિગતો.
ઉનાળાની શરૂઆત થવામાં હવે થોડાંક સમય અવધિ બાકી છે અને તેને ધ્યાનમાં રાખીને ખેડૂતો દ્વારા તરબૂચની ખેતીની પણ શરૂઆત કરી દેવામાં આવી છે. દર વખતે ઉનાળાની સિઝનને ધ્યાનમાં રાખીને ખેડૂતો વિવિધ પ્રકારના ફળો, શાકભાજી, અને લોકના મનપસંદ પાકનું વાવેતર કરવામાં આવતું હોય છે. તેવીજ રીતે તરબૂચની પણ ખેતી કરવામાં આવે છે. ગુજરાત સહિત દેશભરમાં આ લોકપ્રિય, તરબૂચ ફળની ખેતી કરવામાં આવે છે. આ રસથી ભરપૂર તરબૂચને લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવે છે. આ એક ઉનાળું ફ્ળ માનવામાં આવે છે તેની ખેતી ગુજરાત અને ભારતના મોટાભાગના વિસ્તારોમાં તેનું વાવેતર કરવામાં આવે છે. તરબૂચમાં આવેલ કેટલાક એવા રોગો વિશે માહિતી મેળવી તમે સારું ઉત્પાદન મેળવી શકો છો.
તરબૂચ ફળની ખેતી:
તરબૂચની ખેતી કરવા માટે કોઈ ખાસ સમય અવધિ નક્કી કરવામાં નથી આવતી પરંતુ આ ફળની ખેતી ઉનાળામાં ગરમીનાં દિવસોમાં ખેડૂતો દ્વારા કરવામાં આવે છે. તરબૂચ ઉનાળુ અને ચોમાસામાં બંને મોસમમાં વાવેતર કરી શકાય છે પરંતુ મોટાભાગના ખેડૂતો ઉનાળામાં તરબૂચની ખેતી કરવામાં આવે છે. ઉનાળામાં ગરમીનાં દિવસોમાં લોકો તરબૂચ વધારે પ્રમાણમાં ખાતાં હોય છે અને તેનો જ્યુસ પીવે છે તેથી ગરમી હોય ત્યારે બજારમાં તરબૂચની માંગ વધી જાય છે અને ખેડૂતોને વધારે નફો મળવાની શક્યતા વધારે હોય છે તેનાં કારણે ઉનાળામાં તરબૂચની ખેતી કરવામાં આવે છે.
તરબૂચનું વાવેતર કરવા માટે જરૂરી ચીજવસ્તુઓ:
(1) સારી કોલેટી નું બિયારણ
(2) છાણીયું ખાતર
(3) એગ્રીકલ્ચર ફર્ટિલાઇઝર
(4) પાણી પૂરવઠો
(5) રોગ પ્રતિકારક દવાઓ
તરબૂચનું વાવેતર ઉનાળામાં ફેબ્રુઆરી મહિનાથી લઈને એપ્રિલ મહિનામો સરૂઆતી દિવસ સુધી સતત તેનું વાવેતર કરવામાં આવે છે. તરબૂચનું વાવેતર જેટલું સમય અનુસાર થાય તે વધારે સારું છે કારણ કે ઉનાળામાં ગરમીનાં સરૂઆતી દિવસોમાં તરબૂચનો સારો ભાવ મળવાની શક્યતા વધારે હોય છે. તેનું વાવેતર કરવા માટે શોથી પહેલા જમીનમાં છાણીયું ખાતર નથી જમીન ખેડીને ત્યાર કરવામાં આવે છે અને તેના પછી પાંચથી સાત ફૂટના અંતરે એક એક બીજાની રોપણી કરવામાં આવે છે. વધારે અંતર રાખીને રોપણી કરવાથી એક બીજાના તરબૂચના વેલા તાંતણા અડી ન જાય તેનું ધ્યાન રાખવામાં આવે છે. આવું કરવાથી વધારે પ્રમાણમાં ફ્ળ બેસવાની શક્યતા વધી જાય છે અને રોગના કારણે એક છોડથી બીજા છોડ શુધી પહોંચવામાં સમય લાગે છે તેથી આ સમય દરમિયાન કોઈ પણ રોગની સારવાર કરી લેવામાં આવતી હોય છે.
રોગોનું નિદાન:
તરબૂચન પાકમાં થ્રીપ્સ નામથી ઓળખવામાં આવતો રોગ થવો આમ બાબત છે. તેને નિયંત્રિત કરવા માટે આ નિદાનનો ઉપયોગ કરવામાં આવે છે. હાલનાં સમયમાં બદલાતા મોસમમાં તરબૂચ માં વિવિધ પ્રકારના રોગો જન્મ લેતા હોય છે અને તેને નિયંત્રિત કરવા માટે વિવિધ પ્રકારની દવાઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તરબૂચની મોટાભાગની ખેતીમાં થ્રીપ્સ નામનો રોગ જોવા મળતો હોય છે. આ પ્રકારના રોગો જીવાત ના રૂપમાં ઊપજે છે. તેના કારણે તરબુચ પાકમાં ઘણું બધું નુકશાન થતું હોય છે. આ પ્રકારના રોગોને દૂર કરવા માટે કોઈ સચોટ ઉપાય ટિપ્સ અપનાવી તેને નિયંત્રિત કરી શકાય છે.
તરબૂચમાં થ્રીપ્સ રોગોનું નિદાન:
તરબૂચમાં આવેલ થ્રીપ્સ રોગોનું નિદાન, આ જીવાતનો કલર પીળા રંગનો હોય છે, અને હલકા ભુરો રંગમાં જોવા મળે છે. આ પ્રકારના જીવાતો તરબૂચના પાંદડાંનો રસ ચૂસી લે છે અને તાજા આવેલા પાંદડાંનો રસ ચૂસી લે છે.આ જીવાતો તરબૂચના પાંદડાંને ચીરીને ધીમે ધીમે રસ ચૂસી જાય છે તેનાં કારણે આંખો પાક ખરાબ થઈ જાય છે. આ રોગને દૂર કરવા માટે, ફિપ્રોનીલ રાસાયણિક નો ઉપયોગ કરવામાં આવે છે અને ફળોનો વિકાસ માટે એગ્રોનીલ જેવી વિવિધ પ્રકારની દવાઓ ઉપયોગ કરી આ બિમારીઓ તરબૂચના પાક મોથી નાબૂદ કરી શકાય છે. તરબૂચના છોડનાં વિકાસ અને વધુ ઉત્પાદન મેળવવા માટે, ફિપ્રોનીલ અને,એગ્રોનીલ જેવી દવાઓ ઉપયોગ કરી શકાય છે. આ દવાઓ થ્રીપ્સ જેવા આવતા રોગોને દૂર કરીને ફળના વિકાસ માટે મદદગાર સાબિત થાય છે.
નોંધ: આ લેખમાં આપવામાં આવેલ માહીતી વિવિધ લોકોના આધારે આપવામાં આવી છે તેની પુષ્ટિ અમે નથી કરતા વધુ માહિતી મેળવી કોઈ પણ દવાનો ઉપયોગ કરવામાં આવે. કોઈ પણ દવાનો છંટકાવ કરતા પહેલા ઉચિત લોકોની સલાહ મેળવી લેવી જોઈએ.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો