વાતાવરણ: મોસમ બની શકે છે આફત જીરું પાકમાં ખેડૂતોને થંઈ શકે છે નુકસાન

વાતાવરણ 

atmosphere in Gujarat:

વાતાવરણમાં પલટો બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં જીરું વરિયાળી મો થઈ શકે છે નુકસાન. મોસમ બની શકે છે ખેડૂતો માટે માથાના દુઃખાવા સમાન, કારણ કે ઉત્તર ગુજરાતમાં જીરાના પાકમાં આવતા વિવિધ પ્રકારના રોગોને નિમંત્રણ કરવા માટે મોંઘી દાટ દવાઓનો છંટકાવ કરવામાં આવે છે અને તેમ છતાં પણ જીરું વરિયાળી જેવા અનેક પાકમાં ખરાબ મોસમનાં લીધે, જીરું વરિયાળી જેવા પાકમાં ખેડૂતોને નુક્સાન ભોગવવાનો વારો આવતો હોય છે.


મોસમ: દર વર્ષની માફક આ વર્ષે મોસમ, જીરું, વરિયાળી નો ખેલ બગડી શકે છે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં લગાતાર બે દિવસથી વાદળછાયું વાતાવરણ જારી રહ્યું છે. અને આજે સવારથી જ ધુખળ જોવા મળી રહી છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં કેટલાક વિસ્તારોમાં નોર્મલ વરસાદના છાંટા પડયા હોવાનું જાણવા મળ્યું છે. આ વખતે ખેડુતોએ ગુજરાત સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં શીયાળુ શાક જીરું અને વરિયાળીનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે અને તેને ઉછેરવા માટે રખરખાવ માટે મોંઘી દવાઓ અને વિવિધ પ્રકારની દવાઓ ઉપયોગ કરી આ જીરાના પાકમાં છંટકાવ કરવામાં આવે છે. પરંતુ આજના વાતાવરણને જોઈએ તો આ શીયાળુ પાક માટે મોસમ અનુકૂળ નથી દેખાતું. કારણ કે જીરું અને વરિયાળીનું ઉત્પાદન મેળવવા માટે વાતાવરણ સારો એવો રોલ નિભાવે છે. જો વાતાવરણ સારું રહે છે તો વરીયાળી અને જીરાનું ઉત્પાદન વધારે સારું થતું હોય છે અને એ ખેડૂતો માટે સારા સમાચાર મળે છે. 


બનાસકાંઠા હવામાન:

અત્યારે બે દિવસથી લગાતાર થરાદ સહિત વિવિધ સરહદી વિસ્તારમાં હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. તેનાં કારણે ખેડૂતોનાં જીવ તાળવે ચોંટી ગયા છે. કારણ કે ઉત્તર ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં જીરું વરિયાળીનું વાવેતર મોટા પ્રમાણમાં કરવામાં આવ્યું છે અને આ શીયાળુ પાકમાં ખેડૂતોને વાતાવરણમાં પલટો આવતા વિવિધ પ્રકારના રોગોને જન્મ આપે છે. જીરું પાકમાં શોથી મોટો રોંગ ચરમી માનવામાં આવે છે આ એવાં પ્રકારનો રોગ છે કે જો એક વખત જીરું વરિયાળીમાં આવી જાય તો લીલા છંમ જીરાને એક્જ ઝાટકે સુકવી નાંખે છે. અને જીરું કાળું પડી જાય છે ધીરે ધીરે આંખો પાક ખરાબ થઈ જાય છે. આમતો વાદળછાયું વાતાવરણ થાય ત્યારે જીરું પાકમાં વિવિધ પ્રકારના રોગો જન્મ લેતા હોય છે પરંતુ ચરમી જેવા રોગોને દૂર કરવા માટે કોઈ ખાસ દવા અસર કરતી નથી. જો વરીયાળી તથા જીરાના પાકમાં એક વખત આવ્યા પછી તેને નિયંત્રિત કરવો મુશ્કેલ બની જાય છે અને આંખો પાક ખરાબ થઈ જાય છે. આવાં પ્રકારના રોગોને દૂર કરવા માટે ઘણી બધી દવાઓ મોજુદ છે પરંતુ એ દવાઓ પહેલાથી ઉપયોગ કરવામાં આવે તો આવા પ્રકારના રોગો જીરું અને વરિયાળીના પાકોમાં નિયંત્રિત કરી શકાય છે પરંતુ આનું કોઈ ખાસ કારણ નથી હોતું કે દવાઓનો ઉપયોગ કર્યો પછી રોંગ દૂર રહશે પરંતુ 70 ટકા જેટલો ચરમી જેવા રોગોને નિમંત્રણ કરી શકાય છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રાજનીતિ: એક્ટ 30-A રદ થઈ શકે છે

થરાદ માર્કેટ યાર્ડ ના ભાવ: આજે ખેડૂતોને જીરું એરંડા રાયડા ના ભાવ કેવા મળ્યા જાણો વિગતો

Tharad weather: આગામી 8 દિવસોમાં માવઠું પડશે કે હાડ થીજવતી ઠંડી?