ઓર્ગેનિક એલોવેરા ની ખેતી: ખેડૂતો માટે છે ફાયદેમંદ
ઓર્ગેનિક એલોવેરા ની ખેતી કરવા માટે ઉપયોગી ટીપ્સ
![]() |
| એલોવેરા ચિત્ર |
એલોવેરા ની ખેતી ઓર્ગેનિક રીતે કરીને ખેડૂતો લાખો રૂપિયા કમાઈ શકે છે. ઓર્ગેનિક એલોવેરા ની ખેતી કરવા માટે નાતો ઘણું પાણી જોઈએ કે નાતો કોઈ દવા વાવેતર કરીને ભૂલી જાઓ આ છોડ કુદરતી રીતે મોટું થાય છે અને લાખોમાં વેચાઈ છે. તેને લોકલ ભાષામાં કુંવારપાઠું કહેવામાં આવે છે. ખેડૂત ભાઈઓ શું તમે જાણો છો કે એલોવેરા ની ખેતી કેવી રીતે થાય છે? ન જાણતા હોય તો આજે આપણે, કુંવારપાઠું, એલોવેરા ની ખેતી વિશે જાણકારી મેળવીશું અને તમને જણાવીશું કે આ છોડની ખેતી કેવી રીતે થાય છે. તેમાં જમીનથી લઈને તેના રખરખાવ માટે જરૂરી ચીજવસ્તુઓ અને વિવિધ પ્રકારની માહિતી આ લેખમાં આપવામાં આવશે તો ચાલો જાણીએ એલોવેરા ની કૃષિ વિશે માહિતી.
કુંવારપાઠું ની ખેતી: કરવા માટે કોઈ ખાસ નોલેજ હોવું જરૂરી નથી તેની ખેતી કરવા માટે તેને બીજ રોપણી કરીને ઉગાડી શકાય છે અને તેના છોડ રોપણી કરીને પણ ઉગાડી શકો છો કુંવારપાઠું નોર્મલ ભેજમાં પણ ઉગી નીકળે છે.તેને વધારે પ્રમાણમાં પાણીની જરૂર નથી હોતી. જવી રીતે ખેડૂતો કપાસ જેવા પાકની ખેતી કરેછે તેવી રીતે કુંવારપાઠુંની ખેતી કરી શકાય છે. પરંતુ તેમો થોડોક ફરક છે કંપાસ એરંડા જેવા પાકની ખેતી ૩ મહિનાથી લઈને 12 મહિના સુધીની હોય છે પરંતુ કુંવારપાઠું ની ફાર્મિંગ એકવાર રોપણી કરી તેનાં પછી તેનાં રસથી ભરપૂર પાંદડાનું વેચાણ કરવાનું હોય છે અને છોડ હંમેશા જમીનમાં ઉભું રહે છે. રસથી ભરપૂર કુંવારપાઠું ના પાંદડા તોડીને બજારમાં વેચાણ કરવામાં આવે છે અને થોડા દિવસોમાં ફરી નવા પાન પાંગરી ઊઠે છે. તેને ફરી તોડીને તેનું વેચાણ કરી શકાય છે.
એલોવેરા ની ખેતી:
ઓર્ગેનિક એલોવેરા ની ખેતી કરવા માટે કોઈ ચોક્કસ સવાલોના જવાબ મેળવવાની જરૂર નથી હોતી તેની ખેતી કરવા માટે સારી કોલેટી ના બીજાની જરૂર પાડી શકે છે. જો કોઈ લોકલ એલોવેરા બીજનું વાવેતર કરવામાં આવે તો તેમાં ઉત્પાદન ઓછું હોય છે તેથી ઉંચી કોલેટી ધરાવતા એલોવેરા ના છોડ અથવા બીજનુ વાવેતર કરવામાં આવે છે. એલોવેરાની ખેતી કરવા માટે જમીન કોઈ પણ પ્રકારની હોય ચાલે છે. દરેક સ્થળે એલોવેરાની ખેતી કરી શકાય છે. પરંતુ આ ખેતીમાં પાણી નાકે બરાબર આપવામાં આવે છે તથી હંમેશા કોશિશ કરો કે વરસાદનું પાણી ભરાઈ જતું હોય એવી જમીનમાં એલોવેરાનું વાવેતર કરવાનું ટાળવું જોઈએ નહીં તો પાક ખરાબ થઈ શકે છે. એલોવેરાની ઓર્ગેનિક ખેતી કરવા માટે રેતીલી જમીનમાં વાવેતર કરવામાં આવે છે.જમો પ્રાણીનો ભેજ ઓછો હોય તેવા પ્રકારની જમીનમાં એલોવેરાની ખેતી કરવામાં આવે છે અને સારી એવી આવક મેળવી શકો છો. આ ખેતીમાં અત્યારે ચાલુ ખેતી કરતા વધારે આવક મેળવી શકે છે ખેડૂતો.
એલોવેરાની ખેતી કેવી રીતે થાય છે?
ઓર્ગેનિક રીતે એલોવેરાની ખેતી કરવા માટે કોઈ ખાસ જાણકારી મેળવવાની જરૂર નથી હોતી પરંતુ આ સ્ટેપ અનુસરીને તેની ખેતી કરી શકાય છે. નંબર એક, ઉંચી કોલેટી નું બિયારણ અથવા છોડ હોવું જરૂરી છે. કારણ કે સારી ગુણવત્તા અને વધુ ઉત્પાદન મેળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. નંબર બે, જમીન વધારે પ્રમાણમાં ભેજ અને વરસાદનું પાણી ભેગું ન થતું હોય તેવી જમીન તેની ખેતી કરવા માટે બિલકુલ અનુકૂળ માનવામાં આવે છે. નંબર ત્રણ, એલોવેરાની ખેતી કરવા માટે ગરમ તાપમાન અને ઓછા પાણી વાળી જમીન એકદમ પરફેક્ટ માનવામાં આવે છે. નંબર ચાર, એલોવેરાના બીજ અથવા છોડની રોપણી કરતા પહેલા ગવું મુત્ર વાળી માટીનો ઉપયોગ કરી શકો છો. તેનાંથી રોપણી કરવામાં આવેલ છોડ જલ્દી ચોંટી જાય છે અને છોડ વિકાસ બહુંજ જડપી કરે છે.
એલોવેરા એક્સપોટ અને ખરીદનાર:
જ્યારે તમે એલોવેરાની ખેતી કરી લો પછી જ્યાં સુધી તેને એક્સપોટ અને વેચાણ ન થાય તો તેની ખેતી કરવાનો કોઈ મતલબ નથી તેથી એક્સપોટ અને ખરીદનાર ની માહિતી હોવી આવશ્યક છે. એલોવેરાના રસ અને પાંદડાનું વેચાણ કરવા માટે ખેડૂતોને ખુદ કંપનીઓનો સમ્પર્ક કરવો પડશે અને મોલભાવ કરવાનો રહેશે બજારમાં એલોવેરાનો રસ અને પાંદડાનું વેચાણ કરવામાં આવે છે. અત્યારે માર્કેટમાં 7 રૂપિયાથી લઈને, 10 રૂપિયા પ્રતિ પત્તા ના હિસાબે વેચાણ કરવામાં આવે છે. જો ખેડૂતો ચાહે તો કોઈ પણ કંપની સાથે કરાર કરી શકે છે. અને એલોવેરા અને પાંદડાનું સીધે કંપની સાથે વેચાણ કરી શકાય છે. કંપની સાથે કરાર કરવાથી ખેડૂતોને બજારમાં વિવિધ ક્ષેત્રોમાં વેચાણ કરવા નહીં જવું પડે અને દર મહિને તમારા ફાર્મ હાઉસમાં લઈને કંપની તમારા પ્રોડક્ટ લઈ જશે તેથી સમયની બચત થશે.

વેચાણ ક્યા કરવું કોન્ટેક્ટ ક્યાંથી મળશે
જવાબ આપોકાઢી નાખોએલોવેરા વેચાણ ક્યાં કરવું
કાઢી નાખો