પશુપાલન માટે ફાયદાકારક માહિતી. આ ઘાસને જેટલું કાપો એનાથી ત્રણ ઘણું વધે છે. જંગલી ઘાસ

જંગલી ઘાસ પશુ આરોગ્ય ખેતી 

પશુપાલન: જે ખેડૂતો અથવા માલધારી પશુ ઉછેર સાથે જોડાયેલા છે તેઓ જાણતા હશે કે ગાયો ભેંસો માટે કેટલો બધો ઘાંસ ચારાની જરૂર હોય છે. દરેક સ્થળે અલગ અલગ પ્રકારનો ઘાંસ પાલન કરવું સંભવ નથી હોતો તથી ખેડૂતો અને માલધારી એક્જ પ્રકારના, રજકો, ચીકુડી, રજકા બાજરી જેવા ચારાનુ વાવેતર કરતા હોય છે પોતાના પશુઓ માટે પરંતુ આ પ્રકારના ચારોં એક થી બે સીઝન સુધી ચાલતો હોય છે. અને ત્યાર પછી ફરી વાવેતર કરવામાં આવે છે, આ દરમિયાન કોઈ પણ ઘાંસ ચારોં ઉડવાથી લઈને મોટો થતાં ઘણાં સમય લાગતો હોય છે. આ સમય દરમિયાન જો લીલો ચારો બંધ થાય ત્યારે પશુના દુધમાં પણ ઘટાડો જોવા મળતો હોય છે. તેથી હવે બજારમાં એક એવાં પ્રકારનું ઘાસ આવી ગયું છે કે તને એક વખત વાવેતર કર્યા બાદ 10 વર્ષ સુધી ચાલે છે અને જેટલું આ ઘાસને કાપસો તેનાથી ત્રણ ઘણું પાંગરે છે. તો આવો જાણીએ આ જંગલી ઘાસ વિશે માહિતી મેળવીએ.


જંગલી ઘાસ: આ ઘાસને એક વખત વાવેતર કરીને ભૂલી જાઓ જેટલી કપાઈ કરસો એવી જ રીતે પાંગરે છે. આ જંગલી ઘાસને કેવલ એક વખત વાવેતર કરવામાં આવે છે અને દસ વર્ષ સુધી તમારા પશુઓનો ઘાંસ ચારોં પૂરો થવામા મદદગાર સાબિત થાય છે. ખેડૂતો અને પશુપાલકો બધા જાણતા હોય છે કે કોઈ પણ રજકા જેવા ઘાસનું વાવેતર ક્યાં પછી તેને પાંગરતા એક મહીના સુધી નો સમય લાગે છે. પરંતુ આ જંગલી ઘાસનું એક વખત વાવેતર કર્યા બાદ તે રાતદિવસ પાંગરે છે અને ઘાંસ ચારાની અછતમાં મદદરૂપ થાય છે. આ ઘાસનું વાવેતર કરવા માટે તમારે તેની પતળી ડાળીઓની જરૂર પડશે આ ઘાંસ નો દેખાવ, બાજરી, જુવાર, જેવો હોય છે. પરંતુ રજકા પ્રકારના ઘાંસ થોડોક સમય બરોબર પાંગરે છે. ત્યાર પછી પાગરવાનુ બંધ થઈ જાય છે. અને પશુપાલકોને લીલા ઘાસ ચારાની અછત ઊભી થતી હોય છે. 


ઘાસ પાલન: ગુજરાતમાં પશુપાલકો અને ખેડૂતોનું કહેવું છે કે આ જંગલી ઘાસ બહુંજ ઉપયોગી સાબિત થાય છે અને લાંબા સમય સુધી ટકી રહેવાથી ઘાંસ ચારાની કમી પૂરી કરે છે. તેનું એક વખત વાવેતર કર્યા પછી અંદાજે 10 વર્ષ સુધી લગાતાર પાગરતુ રહે છે અને શેરડીની જેમ 20 ફુટ લાંબી ડાળીઓ જેવું પાંગરે છે‌. તેથી પશુપાલકો માટે બહુંજ ફાયદાકારક સાબિત થાય છે. મજાની વાત એ છે કે આ ઘાસનું વાવેતર કરવા માટે કોઈ પણ પ્રકારના વિસ્તારમાં કરી શકાય છે. પછી ભલેને પહાડી વિસ્તાર હોય કે પછી રેતીલી જમીન કોઈ પણ વિસ્તારમાં આ જંગલી ઘાસનું વાવેતર કરી શકાય છે. આ ઘાસ, રજકા બાજરી, અને રજકા કરતા વધારે સમય સુધી ટકી રહે છે અને લાંબા સમય સુધી પાંગરતુ રહે છે. તેથી દર સીઝન ઘાંસ રોપણી કરવાથી છુટકારો મળી શકે છે. આ ઘાસનું ઉત્પાદન મેળવવા માટે તેની પતળી ડાળીઓના નાના નાના ટુકડા કરી ખેતર અથવા આજુબાજુના વિસ્તારમાં રોપણી કરી શકાય છે. 


જંગલી ઘાસનું વાવેતર: કરવા માટે કોઈ પણ ખેડૂત પાસેથી અથવા બજારમાંથી આ જંગલી ઘાસની ડાળીઓ પ્રાપ્ત કરવાની રહેશે તેના ટુકડા કરી લો અને ત્યાર પછી એ ઘાસની ડાળીઓ જમીનમાં પોષણ કરવામાં આવે છે. અને પાણી પુરવઠા વગેરે આપવામાં આવે છે. વધુ ઝડપથી ઘાંસ ના વિકાસ માટે છાણીયું ખાતર અને ઓર્ગેનિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઘાસ ઉછેર માટે કોઈ ખાસ કામ કરવાની જરૂર નથી હોતી એક વખત વાવેતર થઈ જાય પછી તેને કુદરતી રીતે ઉછરે છે અને 3 થઈ 5 ફુટ ઉંચી હાઈટ થાય ત્યારે તમારી જરૂરત મુજબ તેની કાપણી કરવામાં આવે છે. આ ઘાસનું વધારે પ્રમાણમાં ઉત્પાદન મેળવવા માટે દર અઠવાડિયે પાણી સાથે પશુ વેસ્ટ અને મુત્ર પાણી સાથે ભેળવી તેને આપવા થઈ પોષણ તત્વોની કમી દૂર થાય છે અને ઘાંસ ચારોં વધારે પ્રમાણમાં ઉત્પાદન આપે છે આમ તો આજના સમયમાં પશુપાલન માટે ઘણા પ્રકારના ઘાંસ ચારોં ખેડૂતો અને માલધારીઓ દ્વારા ઉગાડવામાં આવે છે. પરંતુ આ ઘાસ અત્યારે ગુજરાતના ખેડૂત અને પશુપાલકો માં બહુંજ લોકપ્રિય બની ગયું છે. ખાસ કરીને બનાસકાંઠા અને મહેસાણા પાટણ જેવા વિસ્તારોમાં આ ઘાસનું વાવેતર બહુંજ મોટા પ્રમાણમાં જોવા મળે છે. 


પશુપાલકો અને ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થાય છે. આ જંગલી ઘાસ જેટલું કાપો એનાથી ત્રણ ઘણું વધે છે. અને સ્વાદમાં મધુર અને વધુ દૂધ ઉત્પાદન માટે જાણીતું છે આ, જંગલી ઘાસ, રજકો, રજકા બાજરી, આ ત્રણ મહત્વનાં ઘાસ ચારો માટે ઉપયોગી છે. રજકો બારમાસી છોડ માનવામાં આવે છે. અને બનાસકાંઠા જિલ્લામાં બહુંજ ઉપયોગી ઘાંસ ચારોં માનવામાં આવે છે. રજકા બાજરી પણ એક લોકપ્રિય ઘાંસ ચારોં માનવામાં આવે છે. આ પ્રકારના ઘાસ પોષણ તત્વોથી ભરપૂર હોય છે અને દુધમાં વધારો કરે છે. અને પશુઓને તંદુરસ્ત રહેવા માટે મદદગાર સાબિત થાય છે. જો તમે પણ એક ખેડૂત છો અથવા પશુપાલક તો આ ત્રણ મહત્વના ઘાંસ ચારાની ખેતી કરવી જોઈએ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રાજનીતિ: એક્ટ 30-A રદ થઈ શકે છે

થરાદ માર્કેટ યાર્ડ ના ભાવ: આજે ખેડૂતોને જીરું એરંડા રાયડા ના ભાવ કેવા મળ્યા જાણો વિગતો

Tharad weather: આગામી 8 દિવસોમાં માવઠું પડશે કે હાડ થીજવતી ઠંડી?