ડુંગળી ની ખેતી, અને મેળવો મબલખ ઉત્પાદન: ડુંગળી ની ઓર્ગેનિક ખેતી કેવી રીતે થાય છે?

આ રીતે કરો લસણ ડુંગળી ની ઓર્ગેનિક ખેતી, અને મેળવો મબલખ ઉત્પાદન: ઓર્ગેનિક ખેતી કેવી રીતે થાય છે?

લસણ ડુંગળીની ખેતી 

ડુંગળી ની ખેતી:

હવે ખેડૂતો આ રીતે ડુંગળી ની ઓર્ગેનિક ખેતી કરીને લાખો રૂપિયાનો ખર્ચ બચાવી શકે છે અને સારી એવી કમાણી કરી શકે છે શું તમે જાણો છો કે, ડુંગળી ની ઓર્ગેનિક ખેતી કેવી રીતે થાય છે? જો તમે ન જાણતા હોય તો આ લેખની મદદથી તમે ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરીને લાખો રૂપિયા કમાઈ શકો છો, આ વ્યવસાય શરૂ કરવા માટે તમારી પાસે એક વીઘા જમીન અને પાણીની સગવડ હોવી જોઈએ આ બંને તમારી પાસે મોજુદ છે તો સમજો કે તમારૂં કાર્ય થઈ ગયું તો ચાલો જાણી લંઈએ કે ડુંગળી ની ખેતી કરવા માટે કયા કયા મુદ્દાઓ ધ્યાને રાખશો અને, લસણ, ડુંગળી, જેવા પાકની ઓર્ગેનિક ખેતી કરી શકાય છે. 


ઓર્ગેનિક ખેતી કેવી રીતે થાય છે?

કોઈ પણ પ્રકારની ખેતી કરતા ખેડૂતોને એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે, શાકભાજી હોય કે પછી અન્ય કોઈ અનાજ, ફળો ની ખેતી કરતા હોય દરેક સ્થળે આ નિયમ લાગુ પડે છે. ફાર્મિંગ ઘણી રીતો મુજબ કરી શકાય છે કોઈ માં વધુ ખર્ચ થતું હોય છે તો કેટલીક ખેતીમાં ઓછું ખર્ચ થતું હોય છે. પરંતુ આપણે એવા પ્રકારની ખેતી કરવી જોઈએ જેમાં ઓછા ખર્ચમાં વધું ઉત્પાદન મળે અને સારી એવી કમાણી થતી હોય ખેતી તો દરેક સ્થળે વિવિધ લોકોના હિસાબે ખેતી કરવામાં આવતી હોય છે. પરંતુ જો તમે તમારા વિસ્તારના મોસમ અને જમીન અનુકૂળ ખેતી કરવામાં આવે છે તો તેમાં ઉત્પાદન વધારે પ્રમાણમાં જોવા મળે છે અને બગાડ નાકે બરાબર હોય છે. તેથી ખેડૂતોને ઓછા ખર્ચમાં વધારે ફાયદો થાય છે. આજે આપણે ઓર્ગેનિક ખેતી કેવી રીતે થાય છે? તેના વિશે થોડીક જાણકારી મેળવી અને લસણ ડુંગળીની ઓર્ગેનિક ખેતી વિશે જાણકારી મેળવીશું તો ચાલો શરૂ કરીએ. 


ડુંગળી ની ઓર્ગેનિક ખેતી કેવી રીતે થાય છે?

એગ્રીકલ્ચર સાથે જોડાયેલા ખેડૂતો જાણતાં હશે કે એ ખેતી કેવી રીતે થાય છે. તેથી આપણે વધુ સમય ખરાબ કર્યો વગર, ઓર્ગેનિક ખેતી, જૈવિક ખેતી કરવામાં આવતા વિવિધ પ્રકારના ખાતરો અને તેની દેશી પદ્ધતિથી વિશે માહિતી મેળવી લઇએ 


(1) ઉંચી ગુણવત્તા સુધારવતુ બિયારણ અથવા ડુંગળીના જીણા રોપા તૈયાર હોય તો વધારે સારું ઉત્પાદન મળે છે. 

(2) જૈવિક ખાતરો અને ઓર્ગેનિક ખાતર 

(3) પાણી પુરવઠો 

(4) ફર્ટિલાઇઝર 

(5) જમીન 

ડુંગળી ની ઓર્ગેનિક ખેતી કરવા માટે ઉપર બતાવેલ ચીજોની મદદથી ખેતી કરવામાં આવે છે. કોઈ પણ પ્રકારની ખેતી કરવા માટે પોષણ તત્વોથી ભરપૂર જમીન ત્યાર કરવામાં આવે છે. એક વીઘા જમીનમાં વાવેતર કરવા માટે.

5 ટંન છાણીયું ખાતર

25 કિલો જેટલું જૈવિક ખાતર

3 કિલો જેટલું ડુંગળીનું બિયારણ અથવા 12 કિલો જેટલા રોપ પ્રતિ વિઘા જમીનમાં વાવેતર કરવાની સલાહ આપવામાં આવે છે.


એક વીઘા જમીનમાં લસણ ડુંગળી આ બંને માંથી એક અથવા અડધો અડધો ભાગ પાડીને વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવતું હોય છે. ઓર્ગેનિક પદ્ધતિથી લસણ ડુંગળીનું વાવેતર કરીને સારી એવી કમાણી કરી શકાય છે. ઓર્ગેનિક ખેતી કરવાના અનેકો પ્રકારના ફાયદા છે. જમો શોથી મોટો ફાયદો એ છે કે આ ખેતી માટે કોઈ પણ રાસાયણિક પદાર્થો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં નથી આવતો અને દેશી ઉપાય ટિપ્સ અને ઓર્ગેનિક પદ્ધતિથી ખેતીની માવજત કરી મબલખ ઉત્પાદન મેળવવામાં આવે છે. આજના યુગમાં ઓર્ગેનિક પદ્ધતિથી ઉપજાઉ ઉત્પાદનની ગુણવત્તા અને વિવિધ પ્રકારના ફાયદા છે તેથી લોકો દ્વારા વધારે રૂપિયા આપીને ખરીદી કરી રહ્યા છે. ઓર્ગેનિક ઉત્પાદનો થકી ખેડૂતોને વધારે ફાયદો થાય છે.


આજના ભાગદોડવાળી લાઈફમાં રાસાયણિક પદાર્થો દ્વારા ઉત્પન્ન કરેલા ફ્ળ શાકભાજી અને અનાજ જેવા વિવિધ પ્રકારના પાકોના લીધે કેન્સર જેવી ગંભીર બિમારીઓ જન્મ લેતી હોય છે અને તથી ધ્યાનમાં રાખીને લોકો હવે પોતાના શરીરને સ્વસ્થ રાખવા માટે વધારે રૂપિયા આપીને ઓર્ગેનિક જૈવિક રીતે ઉપજાઉ શાકભાજી ફળો અને ઘણી બધી ચીજો ખરીદી રહ્યા છે તેથી આજના સમયમાં આ દેશી ખેતી કરીને ઓછાં ખર્ચમાં વધારે નફો કમાઈ શકે છે. કારણ કે આ ઓર્ગેનિક ખેતી કરવા માટે સરકાર દ્વારા વિવિધ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે અને ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ આગળ લઈ જવા માટે સ્કીમો લઈને આવી રહી છે તથી ખેડૂતોને માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવા માટે મદદ કરે છે. તેનો ફાયદો ખેડૂતોને આપવામાં આવે છે. તેનો ઉપયોગ કરવા માટે આ એકદમ પરફેક્ટ સમય છે ઓર્ગેનિક ખેતી કરવા માટે. ધન્યવાદ.

તરબૂચ ફળની ખેતી: અને તેના રોગોનું નિદાન, જાણો આ કૃષિ ટીપ્સ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રાજનીતિ: એક્ટ 30-A રદ થઈ શકે છે

થરાદ માર્કેટ યાર્ડ ના ભાવ: આજે ખેડૂતોને જીરું એરંડા રાયડા ના ભાવ કેવા મળ્યા જાણો વિગતો

Tharad weather: આગામી 8 દિવસોમાં માવઠું પડશે કે હાડ થીજવતી ઠંડી?