organic farming: મરચાની સજીવ ખેતી કરીને ખેડૂતે અડધી સીઝનમાં 2 લાખની કમાણી કરી
![]() |
| જૈવિક ખેતી |
organic farming: લીલા મરચાની સજીવ ખેતી કરીને ગુજરાતના ખેડૂત ભાઈએ અડધી સીઝનમાં 2 લાખ રૂપિયાની કમાણી કરી નાખી. હવે ઓર્ગેનિક રીતે લીલા મરચાનું ફાર્મિંગ કરવા માટે કોઈ વધારે નોલેજ હોવું જરૂરી નથી કોઈ પણ ખેડૂત મરચાની ખેતી કરી શકે છે. જાણો આ લેખમાં કે, લીલા મરચાની ખેતી કેવી રીતે થાય છે? આજે સમગ્ર ભારતમાં કૃષિ સાથે જોડાયેલા લાખો લોકો મરચાની સજીવ ખેતીમાં જોડાયેલા છે. અને બજારમાં ઉંચા ભાવે વેચાણ કરીને કમાણી કરી રહ્યા છે. શું તમે પણ ઓર્ગેનિક મરચાં ની ખેતી કરવા ઈચ્છો છો તો આ લેખમાં આપવામાં આવેલ માહિતી તમારી મદદ કરી શકે છે. આમાં તમને કૃષિ વિશે ગુજરાતીમાં સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. મરચાનું ઉત્પાદન વાવેતર રોપણી અને તેના રખરખાવ માટે જરૂરી ચીજવસ્તુઓ વિશે માહિતી મેળવી શકો છો.
મરચાની ખેતી:
જે ખેડૂતો મરચાની ખેતી સાથે સંકળાયેલા છે તેઓ જાણતા હશો કે લીલા મરચાની ખેતી કરવા માટે શોથી પહેલા બીજ રોપણી કરવામાં આવે છે. બિજ રોપણ વેપાર સાથે સંકળાયેલા ખેડૂતો મરચાંના રોપાઓ ત્યાર કરીને જરૂર મુજબ બજારમાં વેચાણ કરતા હોય છે. પરંતુ કેટલાક ખેડૂતો લીલા મરચાના રોપા ખુદ પોતાના ખેતરમાં ત્યાર કરતા હોય છે. જેમાં એમની જરૂરીયાત મુજબ તેની રોપણી કરવામાં આવે છે. અને બાકીના રોપને બજારમાં વેચી દેવામાં આવે છે. તેથી જો તમે લીલા મરચાની ઓર્ગેનિક ખેતી કરવા માંગો છો તો તમે મરચાંના રોપા તમે ખુદ ત્યાર કરી શકો છો અથવા બજારમાંથી ખરીદી શકો છો. આ તમારૂં પહેલું કદમ આગળ વધવા માટે છે.
લીલા મરચાની ઓર્ગેનિક ખેતી:
કોઈ પણ પ્રકારની ખેતી કરવા માટે પરફેક્ટ સમય અનુસાર વાવેતર કરવામાં આવે તો સારું ઉત્પાદન અને વેચાણમાં ઉચિત ભાવ મળવાની શક્યતા વધારે હોય છે. પછી ભલેને લીલા મરચા હોય કે પછી અન્ય કોઈ ખેતી આ દરેક પાકોમાં લાગું પડે છે. બજારમાં સિઝન શરૂ થાય તેવા સમયે દરેક ચીજ વસ્તુઓનો ભાવ સારો મળતો હોય છે. તેથી એક વાતનું ધ્યાન રાખવું કે કોઈ પણ પ્રકારની ખેતી કરવામાં આવે મોસમ દરમિયાન શોથી પહેલા બજારમાં ઉપલબ્ધ કરાવવામાં આવેલ ફ્ળ શાકભાજી અને વિવિધ પ્રકારના પ્રોડક્ટનું વેચાણ ઉંચા ભાવે થતું હોય છે. અને આવકમાં વધારો જોવા મળે છે.
ઓર્ગેનિક મરચાની ખેતી માટે જરૂરી સ્ટેપ્સ:
(1) ઓર્ગેનિક જાણ્યું ખાતર:
(2) ઉચિત બીજના રોપાઓ:
(3) એગ્રીકલ્ચર દેશી ફર્ટિલાઇઝર:
(4) જરૂરીયાત મુજબ પાણી પુરવઠો:
(5) રોપાના વિકાસ અને પોષણ તત્વો માટે ઉપાય:
(6) મરચાંના રખરખાવ માટે સમય સર મહેનત:
લીલા મરચાની જૈવિક ખેતી:
લીલા મરચાની ખેતી કરવા માટે શોથી પહેલા મોસમ શરૂ થાય ત્યારે જમીન ત્યાર કરવામાં આવે છે. કૃષિ મશીનરી દ્વારા ઓર્ગેનિક ખાતર સરખા ભાગે એક વીઘા જમીનમાં 2થી ત્રણ ટંન છાણીયું ખાતર ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર બાદ ખેતરને ખેડીને મરચાની રોપણી કરવામાં આવે છે. ત્યાર પછી પાણી સાથે પશુ બાંયો વેસ્ટ અને મુત્ર આપવામાં આવે છે. આમ કરવાથી મરચાંનાં રોપાઓ જલ્દી વિકાસ અને પ્રગતિમાં વધારો કરે છે. બે મહિના પછી ઓર્ગેન બેક્ટેરિયા વાળો ખાતર આપવામાં આવે છે. આ ખાતર કેવી રીતે બનાવશો તેના માટે ઉપર આપેલ લિંક ફોલો કરીને વધુ જાણકારી મેળવી શકો છો. મરચાંના છોડને રોગપ્રતિકાર શક્તિમાં વધારો કરવા માટે લાકડાંની રાખ અને ગવું મુત્ર બને મિક્સ કરીને છંટકાવ કરવામાં આવે છે. મરચાંના વધારે પ્રમાણમાં ઉત્પાદન મેળવવા માટે ગુજરાત કૃષિ વિભાગની સરકારી સંસ્થામાંથી દેશી દવાઓ મેળવી શકાય છે. અને સારૂં ઉત્પાદન મેળવી શકો છો.
તો આ રીતે તમે ઓર્ગેનિક પદ્ધતિથી લીલા મરચાની ખેતી કરી શકો છો અને સારી એવી કમાણી કરી શકો છો. કારણ કે હવે બદલતા સમયમાં લોકો ધીમે ધીમે પોતાના શરીરને સ્વસ્થ રાખવા માટે વધારે ખર્ચ કરીને દેશી અને જૈવિક ખાતરો દ્વારા ઉપજાઉ શાકભાજી અને વિવિધ પ્રકારના ફળો ની ખરીદી કરેછે તેથી ખેડુતો પણ હવે ધીમે ધીમે ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે અને અત્યારે આમાં ઓછા ખર્ચમાં વધારે નફો મળે છે. તો આ લીલ મરચાંની જૈવિક ખેતી વિશે માહિતી હતી. ધન્યવાદ.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો