થરાદ માર્કેટ યાર્ડ: જીરું લઈને આવેલા ખેડૂતોને મણના આટલા મળ્યા ભાવ, કૃષિ જીવન

માર્કેટ યાર્ડ ભાવ થરાદ અપડેટ 

થરાદ માર્કેટ યાર્ડ: અને આજુબાજુના બનાસકાંઠા યાર્ડમાં ખેડૂતો મોટા પ્રમાણમાં જીરું લઈને વેચવા માટે આવી રહ્યા છે. આજે અને ગંઈ કાલે માર્કેટ યાર્ડમાં રાયડુ, એરંડા અને જીરા સહિતના અન્ય મહત્વપૂર્ણ શિયાળું ધાન ગાડીમાં ભરી લઈને, થરાદ, વાવ, ઢીમા, માર્કેટ યાર્ડમાં વેચાણ માટે મુકવામાં આવી રહ્યા છે. 


કૃષિ જીવન: મોટા ભાગના બનાસકાંઠાના જિલ્લાઓમાં લોકો કૃષિ વ્યવસાયમાં જોડાયેલા હોવાથી આ સરહદી જિલ્લામાં ખેડૂતો દ્વારા અલગ અલગ પ્રકારની ખેતી કરવામાં આવે છે. જેમાં, જીરું, વરીયાળી, રાયડુ, એરંડા, બાજારો અને થોડા પ્રમાણમાં આ વિસ્તારમાં ઘઉંનું પણ ઉત્પાદન થાય છે. આટલું જ નહીં આ જીલ્લામાં ખેતીની સાથોસાથ પશુપાલન વ્યવસાય પણ ખેડૂતોનો મનપસંદ કાવ્યો માનવામાં આવે છે. જો તમે આ વિસ્તારમાં આવેલા ખેતરમાં જશો તો દરેક ખેડૂતનાં ઘરે તમને એક બે પશું અવસ્ય જોવા મળી રહેશે કારણ કે બનાસકાંઠાના ખેડૂતોનું કહેવું છે કે ખેતીની સાથે જો પશુપાલન કરવામાં આવે તો નાના મોટા ખર્ચ માટે રૂપિયાની ખેચા તાણ દૂર રહે છે, અને ઘર ખર્ચ માટે દર પંદર દિવસે દુધ ઉત્પાદન વેચાણથી પગાર ધોરણ ચાલુ રહે છે.

 

બનાસકાંઠા: અલગ અલગ જાતની ખેતી કરીને ખેડૂતો આજુબાજુમાં આવેલ માર્કેટ યાર્ડમાં વેચી સારી એવી આવક મેળવતા જોવા મળે છે. કૃષિ સાથે જોડાયેલા લોકો શીયાળો, ઉનાળો, અને, ચોમાસું, આ ત્રણેય સીઝનમાં, બનાસ વિસ્તારમાં રહેતા લોકો વિવિધ રીતે ખેતી અને ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા રહીને પોતાનું જીવન વ્યતીત કરે છે. આજુબાજુમાં બનાસકાંઠા, મહેસાણા, સિદ્ધપુર, અને ઊંઝા માર્કેટ યાર્ડમાં કૃષિ પ્રોડક્ટ નું વેચાણ કરવામાં આવતું હોય છે. અત્યારે, વાવ થરાદમાં જીરું, એરંડા, રાયડુ, વરીયાળી, જુવાર, રાજગરો, મગફળી, બાજરો, અને કઠોળ પાકોનું વાવેતર કરવામાં આવે છે.


થરાદ: આજે અને કાલે માર્કેટ યાર્ડમાં જીરું અને રાયડા ની પુષ્કળ પ્રમાણમાં આવક જોવા મળી હતી. જેમાં ખેડૂતોને એમનાં માલની કો લેટી મુજબ કિંમત મળી હતી. થરાદ માર્કેટ યાર્ડમાં ભાવ વિશે વાત કરીએ તો, જીરૂ-4400 રૂપિયાથી 5650 સુધી, રાયડો-901 રૂપિયાથી 1059 સુધી, એરંડા-1120 રૂપિયાથી 1209 શુધી, બાજરી -440 રૂપિયાથી 459 સુધી, રાજગરો- 1099 રૂપિયાથી 1280 સુધીના થરાદ માર્કેટ યાર્ડમાં ભાવ નોંધાયા હતા. અત્યારે શિયાળું પાકમાં ખેડૂતો એ જીરું એરંડા અને રાયડુ વરીયાળી નું વધારે ઉત્પાદન કરવામાં આવ્યું છે. તેથી તેની અસર માર્કેટ યાર્ડમાં પણ જોવા મળી રહી છે. તેમાં ખાસ કરીને ઝરામાં વધારે ઉતાર ચડાવ જોવા મળે છે. કારણ કે ગયા વર્ષે મોં ઝરામાં ખેડૂતોને ભાવ સારો એવો મળ્યો હતો તેથી આ વખતે વાવ થરાદમાં મોટા ભાગના ખેડૂતો એ જીરાનું વાવેતર કરવામાં આવ્યું છે.


માર્કેટ યાર્ડ: પાલનપુરમાં, જુવાર, રાયડુ, વરીયાળી, અને એરંડાની આવક સારી એવી સંખ્યામાં જોવા મળી હતી. જેમાં પ્રતિ એક મણના ભાવ ખેડૂતોના પાકની કો લેટી મુજબ પ્રતી 20 કિલોના હિસાબે ભાવ નક્કી કરવામાં આવ્યા હતા આ સરત ઘઉં પર લાગૂ નથી ઘણી વખત એવું બને છે કે ઘઉં માર્કેટમાં હરાજી આવ્યા પહેલા બોરીના હીસાબે વેચાણ થંઈ જતું હોય છે. અને જરૂર મુજબ વેચાણ થંઈ જાય છે. જેમાં મોલભાવ ખેડૂતો ખુદ નક્કી કરીને વચ્ચી નાંખે છે. 


માર્કેટ યાર્ડ થરાદમાં બાજરીના ભાવ વિશે વાત કરીએ તો એક મણના ભાવ 450 રુપિયા થી લઈને 509 રૂપિયાના ભાવ નોંધાયા હતા. આમાં રજકા બાજરીનો સમાવેશ કરવામાં નથી આવ્યો.


માર્કેટ યાર્ડ વાવમાં જીરું એરંડા અને રાયડા ની સારી એવી આવક જોવા મળી હતી જેમાં એક મણના ભાવ જીરાના 5670 આસપાસ નોંધાયા હતા. તાલુકા અને જિલ્લા મુજબ ભાવમાં થોડો ઘણો ફરક હોય છે. વધુ માહિતી માટે તમારા નજીકના માર્કેટ યાર્ડ ની મુલાકાત લો. 


માર્કેટ યાર્ડ ઢીમા આજુબાજુમાં આવેલા ટડાવ અને જુદા જુદા ગામડામાં રહેતા ખેડૂતો દ્વારા વિવિધ પ્રકારના શિયાળું ધાન ભરી ઢીમા માર્કેટ યાર્ડમાં ભરીને વેચાણ માટે મુકવામાં આવે છે. જમો ખેડૂતોના માલની કો લેટી મુજબ હરાજી કરવામાં આવે છે અને ભાવ નક્કી કરવામાં આવે છે. એક મણ જીરાના ભાવ ઢીમા માર્કેટ યાર્ડમાં ઉંચી ગુણવત્તા ધરાવતા જીરાના ભાવ 5669 આસપાસ નોંધાયા હતા. 


નોંધ: આ માહીતી વિવિધ માર્કેટ યાર્ડમાં થી મેળવામાં આવેલ છે તેથી તમારા વિસ્તાર મુજબ આમાં થોડો ઘણો ફરક હોય શકે છે, તેથી વધુ માહિતી તમારા વિસ્તારોમાં આવેલ માર્કેટ યાર્ડ ની મુલાકાત લ્યો.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રાજનીતિ: એક્ટ 30-A રદ થઈ શકે છે

થરાદ માર્કેટ યાર્ડ ના ભાવ: આજે ખેડૂતોને જીરું એરંડા રાયડા ના ભાવ કેવા મળ્યા જાણો વિગતો

Tharad weather: આગામી 8 દિવસોમાં માવઠું પડશે કે હાડ થીજવતી ઠંડી?