માર્કેટ અપડેટ્સ: બનાસકાંઠામાં જીરાના ભાવમાં ઘટાડો થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો
![]() |
| માર્કેટ અપડેટ્સ થરાદ અપડેટ |
માર્કેટ અપડેટ્સ: માત્ર બે મહિના આસપાસના સમય દરમિયાન જીરાના ભાવમાં 6 હજાર રૂપિયાના મૂલ્યનું જીરું આજે થરાદ માર્કેટ યાર્ડમાં એક મણ જીરાના રુ 4500 રૂપિયાથી લઈને 5200 રૂપિયા શુધીના ભાવ નોંધાયા છે. ત્યાર ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. સોના જેવું ગણાતું જીરું આજે ખેડૂતોને રડાવી રહ્યું છે. એક બાજુ વાતાવરણની માર અને બીજી બાજુ જીરાના ઘટતાં ભાવના કારણે ખેડૂતો માટે ચિંતા કર્યા વગર કોઈ રસ્તો નથી દેખાતો. આવો જાણીએ માર્કેટ યાર્ડ ની વિગતવાર માહિતી.
બિયારણ: આજથી ત્રણેક મહિના આસપાસ જ્યારે જીરાનું વાવેતર કરવામાં આવ્યું ત્યારે ખેડુતોએ રુ 18000 હજારનાં ભાવે જીરાનું બિયારણ બજારમાંથી ખરીદી તેનું વાવેતર કરવામાં આવ્યું હતું. ત્યારે ખેડૂતોને એવી આશા હતી કે આ વર્ષના જીરું ના ભાવ સારો એવો મળી શકે છે. તેને જોતા બનાસકાંઠામાં જીરાનું વાવેતર બહુંજ મોટા પ્રમાણમાં કરવામાં આવ્યું હતું પરંતુ જ્યારે જીરું પાકવાની શરૂઆત કઇ ત્યારે જીરાના ભાવ ઘટતાં ઘટતાં છેક પાંચ હજારથી પણ નીચી સપાટીએ પહોંચી ગયા છે અને ખેડૂતો માટે આ એક ચિંતા વધારી રહ્યું છે.
થરાદ: અને આજુબાજુના વિસ્તારમાં આ વખતે જીરાનું વાવેતર બહુંજ વધારે પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવ્યું છે. પરંતુ મુંજવણ એ છે કે એક બાજુ વાતાવરણની માર અને બીજી બાજુ જીરાના ઘટતાં ભાવના કારણે ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે. કારણ કે આ શિયાળું પાક બહુંજ મોંઘો પાક હોવાથી તેની ખેતીમાં ખેડૂતને દવાઓ અને વિવિધ પ્રકારના રોગોને નિમંત્રણ કરવા માટે મોટા પ્રમાણમાં દવાઓનો ઉપયોગ કરવો પડે છે. તેનાં કારણે જીરાના પાકમાં ખેડૂતોને વધારે પડતો ખર્ચ કરીને પાકને ઉછેરવાનો હોય છે. તેમો પણ ઘણી વખત રંગમાં ભંગ પડવાનો ડર હંમેશા રહે તો હોય છે. કારણ કે જીરાના પાકમાં મોસમ બહુંજ જરૂરી હોય છે.
મોસમ: જીરું પાકમાં વાતાવરણ બહુંજ ઉપયોગી સાબિત થાય છે છો શિયાળામાં મોસમ સારું હોય તો જીરાના પાકમાં વધારે નુકસાન થતું નથી અને ઉત્પાદન પણ ખેડૂતોને વધારે ફાયદો કરાવે છે. પરંતુ જો વાતાવરણમાં પલટો આવતા વાર નથી લાગતી અને જોતજોતામાં જો વરસાદ થાય તો જીરું વરિયાળી જેવા પાકમાં ખેડૂતોને નુક્સાન ભોગવવાનો વારો આવે છે. કારણ કે વરીયાળી અને જીરું આ બંને પાકો માટે વાતાવરણ બહુંજ જરૂરી માનવામાં આવે છે. અને આ શીયાળુ પાક મોંઘો પાક હોવાથી ખેડૂતોને ઉચિત ભાવ મળવાની શક્યતા વધારે હોય છે. જો ભાવ બરોબર ન હોય તો આ પાનાંમાં ખેડૂતોને નુક્સાન ભોગવવાનો વારો આવે છે.
ગુજરાત: માર્કેટ યાર્ડમાં પાછલા એક સપ્તાહથી જીરાના ભાવમાં 4500 થી લઈને એક મણના ભાવ 5200 શુધીના છે. આ વખતે જીરુંનું પુષ્કળ ઉત્પાદન ગુજરાતમાં થયું છે. તેથી કાઠીયાવાડ અને બનાસકાંઠા સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં જીરુંની આવક વધારે જોવા મળી રહી છે. તેથી અનુમાન થી પણ વધારે પ્રમાણમાં ઉત્પાદન દેખાઈ રહ્યું છે અને જીરાનું બિહારના દેવામાં એક્સ્પોટ બંધ હોવાથી ગુજરાતી માર્કેટ યાર્ડમાં તેનાં ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગયા વર્ષે જીરાના ભાવ 14000 હજાર શુધી પોહચી ગયા હતા અને તેને જોતા આ વખતે ગુજરાતમાં વધારે પ્રમાણમાં જીરાનું વાવેતર કરવામાં આવ્યું હતું.
બનાસકાંઠા: આ વર્ષની શરૂઆતમાં જીરાના ભાવ નવ હજાર શુધીના હોવાનું જાણવા મળ્યું હતું પરંતુ ઘટતાં ઘટતાં અત્યારે જીરાનો ભાવ થરાદ માર્કેટ યાર્ડમાં રું 4400 થી 5290 સુધીના રહ્યા છે. જયારે એરંડાના ભાવ રુ 1140 થી લઈને 1210 શુધી સિમીત છે. થરાદ માર્કેટ યાર્ડમાં આજે રાયડો 890થી લંઈને 960 શુધીના ભાવ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે. વધુ માહિતી માટે થરાદ માર્કેટ યાર્ડમાં ભાવ જાણી શકો છો. આ માહિતી વિવિધ ક્ષેત્રોમાંથી મળવામાં આવી છે. તેની પુષ્ટિ અમે નથી કરતા ધ્યાનમાં રહે. ધન્યવાદ.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો